News of Monday, 24th August 2026
રેસકોર્ષ મેદાન ભરચકકઃ મેળો બંધાવા માંડયોઃ સાંજે કલેકટરે ફાઇનલ મીટીંગ બોલાવી

રાજકોટઃ આગામી તા. ર સપ્ટેમ્બરથી શહેરના સંદર્ભમાં રેસકોર્ષ મેદાન ખાતે ૭૬૦૦૦ ચો.મી. જમીન ઉપર કલેકટર તંત્ર આયોજીત ‘નટખટ' લોકમેળાનો પ્રારંભ થશે, પાંચ દિવસ ચાલનારા આ મેળા અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે, સ્ટોલ બધા વેચાઇ ગયા છે. તંત્રને ૩ાા કરોડની આવક થઇ છે, જેમાંથી ખર્ચ બાદ કરતા અંદાજે ૧ાા કરોડનો નફો થશે. રેસકોર્ષ મેદાન ભરચકક બની ગયું છે. ઉંચા ફજતફાળકા, ટોરાટોરા, મોતના કુવા, ઝૂલા તથા અન્ય તમામ પ્રકારના સ્ટોલ બંધાઇ રહયા છે, મેળાનું નામ ૧ થી ર દિવસમાં ફાઇનલ થશે, લોકમેળા અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટર ડો. ઓમ પ્રકાશે ફાઇનલ મીટીંગ બોલાવી છે, જેમાં તમામ પાસાની સમીક્ષા થશે. મેળો જમાવટ કરશે તે હકીકત છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(2:28 PM IST)










