<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કારખાનામાં ભકિતનગર પોલીસનો દરોડો દારૂના ૩ર ચપલા સાથે વિજય પકડાયો

અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામા પીઆઇ જે.ડી. પરમારની ટીમની કાર્યવાહીઃ રૈયા ચોકડી પાસેથી અભીષેક દારૂની અડધી બોટલ સાથે પકડાયો

રાજકોટ, તા. ર૪: અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ભકિતનગર પોલીસે કારખાનામાં દરોડો પાડી કારખાતેદારને અંગ્રેજી દારૂના ૩ર ચપલા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

અટીકા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં શેરી નં. ૬ માં જલ્‍ધી ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે કારખાનામાં વિજય ચકુભાઇ લીંબાસીયાએ દારૂનો જથ્‍થો રાખ્‍યો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકનાં પીઆઇ જે.ડી. પરમારની રાહબરીમાં હેડ કોન્‍સ્‍ટેબલ કેતનભાઇ બોરીચા, કોન્‍સ્‍ટેબલ નિલેશભાઇ મિયાત્રા સહિતના સ્‍ટાફે દરોડો પાડયો હતો. કારખાનાની ઓફિસમાં તપાસ કરતા ટેબલના ખાનામાંથી દારૂના ચપલા મળી આવતા પોલીસે કુલ રૂા. ૯૬૦૦ ની કિંમતના દારૂના ૩ર ચપલા કબ્‍જે કરી કારખાનેદાર વિજય લીંબાસીયા (ઉ.વ.૪૮ રહે. યોગી એપાર્ટમેન્‍ટ ગીતાનગર શેરી નં. ૪) ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં ૧પ૦ ફુટ રીંગ રોડ, પર રૈયા ચોકડી પાસેથી ગાંધીગ્રામ પોલીસનાં હેડ કો. ભવદીપસિંહ ગોહીલ અને કો. જયદેવસિંહ પરમારે અભિષેક તુષારભાઇ મહેતા (ઉ.વ.રપ રહે. વિદ્યુતનગર, રૈયા રોડને દારૂની અડધી બોટલ સાથે ઝડપી લીધો હતો

(3:56 PM IST)