<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભીમરાવનગરમાં રહેતાં મનુભાઇ મકવાણાનું બેભાન હાલતમાં મોત

અંધઆશ્રમમાં અને પથીકાશ્રમમાં રહેતાં પ્રોૈઢ, વૃધ્‍ધના પણ મૃત્‍યુ

રાજકોટ તા. ૨૪: માંડા ડુંગર નજીક ભીમરાવનગર-૯માં રહેતાં મનુભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૫૪) સવારે છએક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો છે. કેન્‍સરની ગાંઠ હોવાનું સગાએ જણાવ્‍યું હતું. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

અન્‍ય બનાવમાં કાલાવડ રોડ પર અંધઆશ્રમમાં રહેતાં મુળ મહારાષ્‍ટ્રના મોહનભાઇ વિલાસભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના પ્રજ્ઞાચક્ષુ વૃધ્‍ધને સિવિલ હોસ્‍પિટલના ટીબીસીડી વોર્ડમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હૃદયરોગનો હુમલો આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી.

ત્રીજા બનાવમાં જ્‍યુબીલી નજીક ઠાકર હોટેલ સામે પથીકાશ્રમમાં રહેતાં સુનિલભાઇ પ્રાણશંકરભાઇ વ્‍યાસ (ઉ.વ.૫૮)ને છાતીમાં દુઃખાવો થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. તેઓ મુળ જામનગર લાલપુરના વતની હતાં.

(3:56 PM IST)