તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
૪ સ્થળે જુગટૂ રમતાં ૩૧ ઝડપાયા
પ્રનગર પોલીસ, થોરાળા પોલીસ અને એ-ડીવીઝન પોલીસનાં રેલનગર, પરસાણાનગર, ભાવનગર રોડ અને ભવાનીનગરમાં દરોડા

રાજકોટ, તા. ર૪: શહેર પોલીસ દ્વારા શ્રાવણીયા જુગાર પર દરોડા યથાવત રહયા છે. વધુ ચાર સ્થળે દરોડા પાડી પોલીસે જુગાર રમતા ૩૧ ને રૂા. પ૪ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રનગર પોલીસે રેલનગર અને પરસાણાનગરમાં મકાનમાં રમાતા જુગારધામ પર થોરાળા પોલીસે ભાવનગર રોડ પર અને એ-ડીવીઝન પોલીસે ભવાનીનગરમાં જાહેરમાં રમાતા જુગાર પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
પ્રનગર પોલીસ મથકના પીઆઇ. એમ.ડી. મકવાણાની રાહબારીમાં પીએસઆઇ અસ.ડી. કોઠીવાર, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઇ કુગશીયા સહિતના સ્ટાફે રેલનગરમાં ક્રિષ્ના બંગ્લોઝ શેરી નં. ૩ માં અતુલ રસીકભાઇ વાજાર (ઉ.વ. ૪૪) ના મકાનમાંથી જુગાર રમતા રાજેશ નવીનચંદ્ર વાજાર (ઉ.વ. ૪૩ રહે. પરાસર પાર્ક, શેરી નં. ર ના ખુણે, જામનગર રોડ, ધર્મેશ બીપીનભાઇ વાજાર (ઉ.વ. ૩૧ રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર, યુની. રોડ), ભાવીક બીપીનભાઇ વાજાર (ઉ.વ. ૩૬ રહે. ગુ.હા. બોર્ડ કવાર્ટર, યુનિ. રોડ), હિતેશ મહેન્દ્રભાઇ ગૌસ્વામી (ઉ.વ. ર૮ રહે. પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગર રોડ), બંસી કેશુભાઇ ઘેટીયા (ઉ.વ. ૩પ રહે. મધુવન પાર્ક શેરી નં. પ, સાધુવાસવાણી રોડ) અને પ્રશાંત શૈલેષભાઇ ઝાલા (ઉ.વ. ૩ર રહે. આસ્થા ચોક, રેસકોર્ષ બંગ્લોઝ, ૧પ૦ ફુટ રીંગ રોડ) ને રૂા. ૧૩,પ૦૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
જયારે જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં. ૪ માં રહેતા કિશોર મગનભાઇ ઉધરેજા (ઉ.વ. ૩૪) ના મકાનમાંથી જુગાર રમતા રોહિત કિરીટભાઇ સોઢા (ઉ.વ. ૩૦ રહે. તોપખાના, જામનગર રોડ), કાર્તિક ધનજીભાઇ મકવાણા (ઉ.વ. ર૭ રહે. પરસાણાનગર), જેન્તી હિરાભાઇ વાઘેલા (ઉ.વ. ૪૬ રહે. લાખાબાપાની વાડી, જામનગર રોડ), રાણા દિનેશભાઇ જેઠવા (ઉ.વ. ૩૩ રહે. સ્લમ કવાટૃર, જામનગર રોડ), વનરાજ અમરાભાઇ વાળા (ઉ.વ. ર૬ રહે. માંડાડુંગર, આજીડેમ ચોકડી પાસે) અને તુષાર હસમુખભાઇ ઝાલા (ઉ.વ. રર રહે. સ્લમ કવાર્ટર, જામનગર રોડ) ને રૂા. ૧૪,૧પ૦ ની રોકડ સાથે પકડી લીધા હતા.
ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.પી. સોઢાની રાહબારીમાં પીએસઆઇ ટી.ડી. જાડેજા અને કોન્સ્ટેબલ નિલેશભાઇ જમોડ સહિતના સ્ટાફે ભાવનગર રોડ પર ક્રિષ્ના હોલ પાસે મફતીયાપરામાં દરોડો પાડી જુગાર રમતા જયદીપ મનસુખભાઇ ફતેપરા (ઉ.વ. ૧૯), વિર મનોજભાઇ સોલંકી (ઉ.વ. ૧૯), ગોપાલ નરશીભાઇ બાંભણીયા (ઉ.વ. ર૬), મેહુલ ઉર્ફે પાવલી શામજીભાઇ ચૌહાણ (ઉ.વ. ર૮), મનસુખ બાબુભાઇ ફતેપરા (ઉ.વ. ૪૩), રોહીત વિજયભાઇ સોલંકી (ઉ.વ. રપ), મનીષ જગદીશભાઇ સોલંકી (ઉ.વ. ૩૬ રહે. બધા ભાવનગર રોડ) અને અફઝલ મુનાભાઇ રાધાણી (ઉ.વ. ૩૬ રહે. રિધ્ધી સીધ્ધી સોસાયટી, દુધસાગર રોડ) ને રૂા. ૧પ,પ૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
એ-ડીવીઝન પોલીસના પીઆઇ જે.વી. વાઢીયાની રાહબરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કરણભાઇ વીરસોડીયા, કલ્પેશભાઇ બોરીચા, મહેશભાઇ ચાવડા, કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા અને ધવલભાઇ જીલડીયા સહિતના સ્ટાફે રામનાથપરામાં ભવાનીનગર શેરી નં. પ માં જાહેરમાં જુગાર રમતા વિનોદ ઉર્ફે વનેશ સોમાભાઇ શીયાળ (ઉ.વ. પ૦), દિપક ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૧), વિજય ઉર્ફે ટીટો ભીખુભાઇ ભટૃી (ઉ.વ. ૪૦), રમેશ ઓધનધાઇ બાંભણીયા (ઉ.વ. પર), વિનોદ બચુભાઇ મકવાણા (ઉ.વ. ૪૩), તુલસી લક્ષ્મણભાઇ ચૌહાણ (ઉ.વ. ૪ર), ભાવીન અશોકભાઇ શીયાળ (ઉ.વ. રપ), સુરેશ મગનભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૮) અને વિશાલ ગોરધનભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૦ રહે. બધા ભવાનીનગર) ને પકડી રૂા. ૧૧,ર૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
(2:18 PM IST)










