<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

સ્‍વ. કિશોરભાઈ ટીલારાની દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે ધારાસભ્‍ય રમેશભાઈ ટીલારા દ્વારા શનિવારે વિનામૂલ્‍યે ‘મેગા સર્વ રોગ નિદાન કેમ્‍પ'

એઇમ્‍સ હોસ્‍પિટલના નિષ્‍ણાંત તબીબો સેવા આપશે : સદ્દગત કિશોરભાઇના નામથી વન અને ચેકડેમનું પણ નિર્માણ કરાશે : દર્દીએ અગાઉથી નામ નોંધાવી દેવા

રાજકોટ : સ્‍વ. શ્રી કિશોરભાઈ ટીલારાની દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિને જનસેવાના કાર્ય સાથે ઉજવવા ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલારા દ્વારા વિશાળ વિનામૂલ્‍યે ‘મેગા સર્વ રોગ નિદાન કેમ્‍પ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. એઇમ્‍સ હોસ્‍પિટલ, રાજકોટના સંયુક્‍ત સહયોગથી તા. ૨૯ ઓગસ્‍ટ, શનિવારના રોજ સવારે ૮ થી બપોરે ૧ વાગ્‍યા સુધી પટેલવાડી (વાણીયાવાડી), જલારામ ચોક, રાજકોટ ખાતે આ વિશાળ મેગા મેડિકલ કેમ્‍પ યોજાશે.

આ મેગા મેડિકલ કેમ્‍પમાં એઇમ્‍સ હોસ્‍પિટલ રાજકોટની પ્રતિષ્‍ઠિત ડોક્‍ટર્સની ટીમ તેમજ વિવિધ રોગોના જાણીતા સુપર સ્‍પેશિયાલિસ્‍ટ ડોક્‍ટર્સ પોતાની માનદ સેવાઓ આપશે. એક જ સ્‍થળે વિવિધ રોગોના નિદાન, તબીબી તપાસ, નિષ્‍ણાત માર્ગદર્શન તથા સારવાર અંગેની સલાહ મળી રહે તે માટે કેમ્‍પમાં વિશાળ તબીબી વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

* કેમ્‍પમાં હૃદયરોગ, બ્‍લડ પ્રેશર અને હાર્ટ બીટ્‍સની તકલીફો. * બાળરોગો, ન્‍યુમોનિયા તથા ડેન્‍ગ્‍યુ-મેલેરિયા. * જનરલ મેડિસિન, ડાયાબિટીસ, થાઈરોઈડ તથા પથરી સહિતના રોગોનું નિદાન કરવામાં આવશે.

કેમ્‍પમાં આવનાર દર્દીઓની સુવિધા માટે સરકારશ્રીની યોજનાઓ હેઠળ ‘આયુષ્‍માન કાર્ડ' તથા વરિષ્‍ઠ નાગરિકો માટે ‘વયવંદના કાર્ડ' સ્‍થળ પર જ કાઢી આપવાની વિશેષ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. જેના માટે આધારકાર્ડ, મામલતદારનો આવકનો દાખલો, રેશનકાર્ડ તથા રજિસ્‍ટર્ડ મોબાઈલ નંબર તેમજ આધારકાર્ડ, રેશનકાર્ડ તથા રજિસ્‍ટર્ડ મોબાઈલ નંબર સાથે લાવવા જણાવાયું છે.

સ્‍વ. કિશોરભાઈ ટીલારાની સ્‍મળતિમાં આરોગ્‍ય સાથે પર્યાવરણ અને જળસંચય ક્ષેત્રે પણ લોકસેવા સ્‍વ. શ્રી કિશોરભાઈ ટીલારાની સ્‍મળતિને માત્ર પુણ્‍યતિથિ પૂરતી સીમિત ન રાખી, તેમના સેવાભાવને જનહિતના કાયમી કાર્યો સાથે જોડવાના સંકલ્‍પના ભાગરૂપે ‘કિશોરભાઈ વન'નું નિર્માણ તેમજ ‘કિશોરભાઈ ચેકડેમ'નું નિર્માણ કરવામાં આવશે.

ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલારાએ જણાવ્‍યું હતું કે, ‘‘સ્‍વ. કિશોરભાઈની સ્‍મળતિને સાચી શ્રદ્ધાંજલિ એ છે કે તેમના સેવાભાવને જનસેવાના કાર્યો દ્વારા જીવંત રાખવામાં આવે. આરોગ્‍ય સેવા, પર્યાવરણ સંરક્ષણ અને જળસંચય જેવા ક્ષેત્રોમાં લોકોના જીવનને સીધો લાભ મળે તેવા કાર્યો કરવાનું અમારું સતત પ્રયત્‍ન રહેશે.''

આ મેગા મેડિકલ કેમ્‍પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે અગાઉથી નામ નોંધણી માટે મો.+૯૧ ૯૩૧૬૭ ૫૨૩૭૭ પર સપંર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં મનોજભાઇ ટીલારા, વિનુભાઇ ધડુક, રાજેશભાઇ હાપાણી, સાગરભાઇ સોજીત્રા, દિક્ષીતભાઇ ધાંજા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:15 PM IST)