તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
નવાગામમાં મકાનમાં અને નાનામવા રોડ પર ફલેટમાં દરોડાઃ જુગાર રમતા ૧૪ ઝડપાયા
ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. એસ. ચાવડાની ટીમ અને પીસીબીના પી.આઇ. એમ. આર. ગોંડલીયાની ટીમ દ્વારા કાર્યવાહીઃ ૮પ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૪: નવાગામમાં શેરી નં. ૧ માં મકાનમાં ક્રાઇમ બ્રાંચે અને નાનામવા રોડ પર ફલેટમાં પી.સી.બી.એ બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતાં ૧૪ પત્તાપ્રેમીને રૂા. ૮પ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.
નવાગામમાં શેરી નં. ૧ માં રહેતાં જીજ્ઞેશ વેલજીભાઇ હેરમા (ઉં.વ. ૪૩)ના મકાનમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતાં જીજ્ઞેશ ઉપરાંત અમિત શાંતિભાઇ કાપડીયા (ઉં.વ. ૪૧) રહે. કડવા ભનુ રોડ ૩નો ખુણો, રણછોડનગર, અપીલ મુકેશભાઇ સોલંકી (ઉ.વ.ર૬) રહે. નવાગામ શકિત સોસાયટી, મેહુલ નાગજીભાઇ ડાભી (ઉ.વ.૩૪ રહે. નવાગામ શેરી નં. ૧), મિલન તુલશીભાઇ ચૌહાણ (ઉં.વ. ર૬ રહે. કનકનગર, સંતકબીર રોડ, ગીરીશ હેમંતભાઇ ટાંક (ઉ.વ. પપ રહે. નવાગામ શેરી નં. ૬) અને પાર્થ અશ્વીનભાઇ ટાંક (ઉ.વ. ૩૦ રહે. રામેશ્વર સોસાયટી શેરી નં. ૧૭, વિરાટનગર મેઇન રોડને રૂા. ૩ર,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા, આ કામગીરી પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી. એચ. જાદવની રાહબરીમાં પી.એસ.આઇ. એ. એન. પરમાર, હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહીલ, કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા અને ગોપાલભાઇ પાટીલ સહિતના સ્ટાફે કરી હતી.
બીજા દરોડામાં નાનામવા રોડ પર ન્યુ ગાંધી સોસાયટીમાં અક્ષરવાટીકા અક્ષરવીલા એ-૪૦૩માં રહેતાં લીલાધરભાઇ કરશનભાઇ બુટાણી (ઉ.વ. ૬૭) ના ફલેટમાંથી પી.સી.બી.એ. જુગાર રમતાં લીલાધરભાઇ ઉપરાંત આકાશ આયુષભાઇ કાલરીયા (ઉ.વ. ૪૩ રહે. રાજ પેલેસ એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ, ચીરાગ વીરજીભાઇ બેરા (ઉ.વ. ૪૪ રહે. ૪૮ એવન્યુ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક), અશ્વીન પોપટભાઇ ભાલોડી (ઉ.વ. પ૦, રહે. સત્યજીત સોપાન એપાર્ટમેન્ટ, અંબીકા ટાઉનશીપ, વિપુલ ભીખુભાઇ કાલરીયા (ઉ.વ. ૪૬, રહે. અક્ષરવીલા એપાર્ટમેન્ટ, ન્યુ ગાંધી સોસાયટી, નાના મવા રોડ, અંકુર ડાયાલાલ દેસાઇ (ઉ.વ. ૪૬, રહે. ડિપવન પ્લાઝા, હરીદ્વાર હાઇટ્સ સામે, નાનામવા રોડ) અને નિસર્ગ અનીલભાઇ બેરા (ઉ.વ. ૩૭ રહે. ઓસીસ એપાર્ટમેન્ટ, મોટા મવા) ને રૂા. પર,પ૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પી.એસ.આઇ. આર. કે. જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ મેતા, કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે કરી હતી.
(2:11 PM IST)










