તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
આલાપ ગ્રીનસીટીમાં હૃદય ધબકારા ચુકતાં ૩૪ વર્ષના વેપારી ધવલભાઇ ભુપ્તાનું મૃત્યુ

રાજકોટ તા. ૨૨: શહરમાં હૃદય ધબકારા ચુકવી જવાને કારણે વધુ એક યુવાનનું મોત થયું છે. રૈયા રોડ આલાપ ગ્રીન સીટી એ-૯૮માં રહેતાં ધવલભાઇ ભરતકુમાર ભુપ્તા (ઉ.વ.૩૪) નામના યુવાન ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર ધવલભાઇ ટાઇલ્સનો વેપાર કરતાં હતાં. તે બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. ધવલભાઇના પિતા ભરતકુમાર નિવૃત જીવન જીવે છે. યુવાન આધારસ્તંભ દિકરાના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યુ઼ હતું.
(3:28 PM IST)










