<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રૈયાધારમાં મનસુખભાઇ, તેના પિતા અને ભાઇ પર પાડોશી તોૈફિક સહિતનો હુમલો

જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ખૂનની ધમકી પણ દીધીઃ યુનિવર્સિટી પોલીસે એટ્રોસીટી હેઠળ તોૈફિક, તેની પત્‍નિ ચીકુબેન તેમજ અમન જાવેદ અને તેના ભાઇ સામે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૨: શહેરના રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર વિસ્‍તારમાં  રહેતાં યુવાનને કુટુંબી ભાઇના પત્‍નિ  સાથે બોલાચાલી થઇ હોઇ તેના આ ભાઇ-ભાભી સાથે સારા સંબંધ ધરાવતાં પાડોશી તોૈફિક નામના શખ્‍સે ઉપરાણુ લઇ ખાર રાખી આ યુવાન સાથે ઝઘડો કર્યા બાદ યુવાનના પિતા પાન-ફાકી લેવા નીકળતાં તેના પર તોૈફિક સહિતનાએ તલવારથી હુમલો કરી તેમને તથા વચ્‍ચે પડેલા તેમના બે દિકરા સહિત ચારને ઇજા પહોંચાડી જ્ઞાતિ પ્રત્‍યે અપમાની કરી ધમકી આપતાં ગુનો નોંધાયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૫૪માં રહેતાં અને કડીયા કામની મજૂરી કરી ગુજરાન ચલાવતાં મનસુખભાઇ અમૃતભાઇ વાઘેલા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી તોૈફિક, ચીકુબેન તોૈફિક, અમન જાવેદ અને તેના મોટા ભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.  બનાવની વિગત મુજબ રાતે મનસુખભાઇના નાના ભાઇ  કમલેશને સામે રહેતા તોફિક સાથે બોલાચાલી થઈ હતી, જેથી માતા-પિતાએ ત્‍યાં જઈ કમલેશને સમજાવી ઘરે લઈ આવ્‍યા હતા. ત્‍યારબાદ રાત્રે સવા દશેક વાગ્‍યાના અરસામાં મનસુખભાઈના પિતા અમળતભાઈ ઘર પાછળ આવેલી દુકાને પાન-ફાકી ખાવા જઈ રહ્યા હતા. ત્‍યારે શેરીમાં સામેથી હાથમાં તલવાર લઈને આવેલા તોફિક, તેની પત્‍નિ ચીકુબેન, અમન જાવેદ અને અમનનો મોટો ભાઈ એમ ચારેય જણાએ અમળતભાઈને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું.

દેકારો સાંભળી પિતાને બચાવવા માટે મનસુખભાઈ અને તેમના પત્‍નિ મીનાબેન વચ્‍ચે પડતા હુમલાખોરોએ મનસુખભાઈને પકડી લઈ તલવારના ઊંધી ધારના ઘા વાંસામાં, પગમાં, ખંભામાં તથા ગરદનના ભાગે મારી મુઢ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આ બધાએ મનસુખભાઇને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરી તમને મારી નાંખવા છે કહી ઢીકાપાટુ મારી ધમકી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્‍ત મનસુખભાઈ, તેમના પિતા અમળતભાઈ અને ભાઈ કમલેશને  સારવાર અર્થે સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

મનસુખભાઇના ભાઇ કમલેશને કુટુંબી ભાઇ કેશુભાઇનાના ઘરે ભાભી રસીલાબેન સાથે બોલાચાલી થઇ હતી. આ બંને ભાઇ-ભાભીને તોૈફિક સાથે સારા સંબંધ હોઇ જેથી તોૈફિક સહિતે ઉઘરાણુ લઇ માથાકુટ કરી હતી. તેમ ફરિયાદમાં જણાવતાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધ્‍યો  છે.

(3:55 PM IST)