<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

‘પુસ્‍તકાલય તમારા દ્વારે': ઘરઆંગણે પીરસાતું અવિરત સાહિત્‍યનું જ્ઞાન

શહેરના મનપાની બહેનો તથા બાળકો માટે મોબાઈલ લાઈબ્રેરીની અનોખી સેવા શહેરના દૂરના વિસ્‍તારોના નાગરિકોને ઘર નજીક જ મળી રહ્યો છે પુસ્‍તકોનો ખજાનોઃ૪૯ સોસાયટીના ૪૩૦૯ નાગરિકો લઈ રહ્યા છે લાભ

રાજકોટઃતા.૨૨, રાજકોટ શહેરનો વ્‍યાપ અને વિકાસ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘માનવી ત્‍યાં સુવિધા'ના અભિગમને સાર્થક કરતાં શહેરના છેવાડાના વિસ્‍તારો સુધી વિવિધ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આ જ દિશામાં જ્ઞાનપિપાસુ નાગરિકોને પોતાના ઘર નજીક જ પુસ્‍તકો વાંચવાની સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર્ં૧૯૮૪થી અવિરત મોબાઈલ લાઈબ્રેરી (ફરતા પુસ્‍તકાલય)ની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત બંને મોબાઈલ લાઈબ્રેરીઓ હાલમાં શહેરના વોર્ડ નં. ૧થી ૧૮ના ૪૯ સોસાયટી વિસ્‍તારોમાં પહોંચી રહી છે અને કુલ ૪૩૦૯ નાગરિકો આ સેવાનો લાભ મેળવી રહ્યા છે. ખાસ કરીને બહેનો અને બાળકો સહિત વાંચનઙ્ઘેમી નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ વિષયોના પુસ્‍તકો ઉપલબ્‍ધ થતાં આ સેવા સાચા અર્થમાં ‘પુસ્‍તકાલય તમારા દ્વારે' બની છે. આ બંને મોબાઈલ લાઈબ્રેરીઓમાં નવલકથા, નવલિકા, કાવ્‍ય, હાસ્‍ય, ગીત-ગઝલ, સાહિત્‍ય, ઇતિહાસ અને પ્રેરણાત્‍મક પુસ્‍તકો ઉપરાંત બહેનો માટે વાનગી, રસોઈકલા, મહેંદી અને બાળઉછેરને લગતાં વિવિધ પુસ્‍તકો ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજી, વિવિધ કળાઓ અને સામાજિક વિષયોની સાથે ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનું બાળસાહિત્‍ય પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. મોબાઈલ લાઈબ્રેરીઓમાં વિવિધ વિષયોના અંદાજે ૪૦,૪૭૮ પુસ્‍તકોનો વિશાળ જ્ઞાનભંડાર ઉપલબ્‍ધ છે, જેના થકી નાગરિકોને પોતાની રુચિ મુજબનું વાંચનસાહિત્‍ય ઘર નજીક જ મળી રહે છે.

મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં નવા ભળેલા કોઠારિયા, વાવડી, માધાપર, મનહરપુર, મોટા મવા અને મુંજકા સહિતના વિસ્‍તારોની સોસાયટીઓમાં પણ નાગરિકોને આ સેવા ઘર નજીક મળી રહે તે માટે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. આ વિસ્‍તારોના નાગરિકો તરફથી પણ મોબાઈલ લાઈબ્રેરીની સેવા માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાએ વધુમાં વધુ નાગરિકોને આ જ્ઞાનવર્ધક સેવાનો લાભ લેવા અપીલ કરી છે. પોતાની સોસાયટી કે રહેણાક વિસ્‍તારમાં મોબાઈલ લાઈબ્રેરીની સેવા મેળવવા ઇચ્‍છતા નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની નજીકની કોઈપણ લાઈબ્રેરીનો સંપર્ક કરી શકે છે અથવા લાઈબ્રેરી વિભાગના મોબાઈલ નં. ૯૪૨૭૮૫૪૧૮૨ પર સંપર્ક કરી શકે છે.

પુસ્‍તકો હવે માત્ર પુસ્‍તકાલય સુધી સીમિત નહીં, મનપાનું ફરતું પુસ્‍તકાલય જ્ઞાનનો ખજાનો લઈને નાગરિકોના દ્વારે પહોંચી રહ્યું છે

(3:56 PM IST)