<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કોઠારીયામાં રમેશભાઇએ કામે જવાનું કહેતાં બે પુત્રોએ ધોકાથી ફટકાર્યા

પ્રોૈઢ લોહીલુહાણ થઇ જતાં સારવાર હેઠળઃ દિકરાઓ મહેન્‍દ્ર અને જયેશે મારકુટ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: કોઠારીયામાં રહેતાં રમેશભાઇ વાલજીભાઇ ખીમસુરીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢને તેમના બે દિકરા મહેન્‍દ્ર અને જયેશે ધોકાથી માર મારી લોહીલુહાણ કરી નાંખતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રમેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેમણે જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. જેમાં બંને દિકરા મહેન્‍દ્ર અને જયેશ કોઇપણ કામધંધો કરતાં નથી અને ઘરે જ પડયા પાથર્યા રહે છે. તેને કામે જવા બાબતે ઠપકો આપતાં ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ધોકાથી હુમલો કર્યો હતો.  પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:53 PM IST)