તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
વીસ વર્ષ પછી મિત્રએ અચાનક ફોન કર્યો અને નોકરીના નામે રૂપિયા ૧૬ લાખનો ચૂનો લગાવ્યો
કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે સદ્દગુરૂ સોસાયટીમાં રહેતાં ટ્રાવેલ્સ સંચાલક છેતરાયા : અર્જુનસિંહ જાડેજાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદઃ જુના મિત્ર પ્રજ્ઞેશ ગઢવીએ પોતે એરફોર્સમાં પ્રિન્સીપાલ છે, ડ્રાઇવરની નોકરી જોઇતી હોય તો મળી જશે કહી ઠગાઇ કરીઃ અમદાવાદ પોલીસે ઠગાઇમાં પકડતાં અર્જુનસિંહને છેતરાયાની જાણ થઇઃ બીજા ચાર મિત્રો પણ ભોગ બન્યા : મુળ કચ્છના શખ્સે અનેકને નોકરીના નામે છેતરી લીધા

રાજકોટ તા. ૨૨: શહેરના કાલાવડ રોડ પર રહેતાં ટ્રાવેલ્સ સંચાલકને અચાનક જ વીસ વર્ષ પછી બાળપણના મિત્રએ ફોન કરી પોતે એરફોર્સમાં પ્રિન્સીપાલ છે, આમાં ડ્રાઇવરની નોકરી અપાવી દેશે તેમ કહી મિત્ર પાસેથી ૭ લાખથી વધુ અને મિત્રના મિત્રો પાસેથી પણ ૮ લાખથી વધુની રકમ મળી ૧૬ લાખ મેળવી લીધા બાદ નોકરીના નકલી કોલલેટર મોકલી દઇ ઠગાઇ કરતાં ફરિયાદ થઇ છે. મુળ કચ્છના આ શખ્સને હાલ અમદાવાદ પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.
આ બનાવમાં કાલાવડ રોડ પર પ્રેમ મંદિરની પાછળ રૂડા-૨ની સામે સદ્દગુરૂ સોસાયટી-૩માં રહેતાં અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના જ જુના મિત્ર પ્રજ્ઞેશ હનુભા ગઢવી વિરૂધ્ધ રૂા. ૧૬ લાખની ઠગાઇનો ગુનો નોંધ્યો છે. એરફોર્સમાં ડ્રાઇવરની નોકરી કરાવી આપવાના નામે આ ઠગાઇ કરવામાં આવી હતી.
અર્જુનસિંહ જાડેજા પરિવાર સાથે રહે છે અને શીવ ટ્રાવેલ્સ નામે વ્યવસાય કરે છે. અર્જુનસિંહે ફરિાયમદાં જણાવ્યું છે કે તા. ૮/૬ના રોજ હું મોરબીથી રાજકોટ આવતો હતો ત્યારે ટંકારા પાસે પહોંચતા સાંજના પાંચેક વાગ્યે મારા ફોનમાં મારા જુના મિત્ર પ્રજ્ઞેશ હનુભા ગઢવીએ ફોન કર્યો હતો. તેણે વીસ વર્ષ બાદ મારો અચાનક કોન્ટેક્ટ કર્યો હતો. તે નાનાપણનો ભાઇબંધ હોઇ મને ફોનમાં જણાવેલ કે મારી નોકરી હાલ એરફોર્સમાં પ્રિન્સીપાલ તરીકેની છે અને હું ગાંધીનગરમાં ફરજ બજાવુ છું. આમાં તારે ડ્રાઇવર તરીકે નોકરીમાં લાગવું હોય તો મને કે, તને લગાડી દઉ. જેથી મેં તેને આ નોકરી માટે હા પાડી હતી.
ત્યારબાદ તેણે મને કહેલું કે આ નોકરીમાં લાગવા માટે તારે પૈસા આપવા પડશે. જેથી મેં તેની પણ હા પાડી હતી. ત્યારબાદ આ ડ્રાઇવરની નોકરી મેળવવા માટે થઇને મેં તેને કટકે કટકે ઓનલાઇન રૂા. ૧૨,૩૦,૦૦૦ આપી દીધા હતાં. તેમજ બાકીના ૩,૭૦,૦૦૦ રોકડા દીધા હતાં. આમ કુલ રૂા. ૧૬ લાખ મેં તેને આપી દીધા હતા. આ ઉપરાંત તેણે મને બીજા કોઇ સગા વ્હાલાને નોકરીમાં રાખવાના હોય તો તેનું પણ જણાવવા કહ્યું હતું. જેથી મેં મારા સગા પરિીચતમામં હોય તેને પણ પૈસાથી નોકરી મળે છે તેવી વાત કરી હતી.
આ પછી સાગરભાઇ સંજયભાઇ સોલંકી પાસેથી રૂા. ૧,૩૨,૦૦૦, પુર્વજીતસિંહ મહાવીરસિંહ રાણા પાસેથી રૂા. ૩,૨૨,૦૦૦, પૃથ્વીરાજસિંહ ઝાલા પાસેથી રૂા. ૨,૬૧,૦૦૦ અને ભવદિપસિંહ ક્રિપાલસિંહ જાડેજા પાસેથી ૮૬,૦૦૦ લઇને મેં પ્રજ્ઞેશ ગઢવીને આપ્યા હતાં. આ ચારેયના ૮,૦૧,૦૦૦ અને મારા ૭,૯૯,૦૦૦ મળી કુલ ૧૬ લાખ મેં નોકરી મેળવવા માટે પ્રજ્ઞેશને આપી દીધા હતા. પરંતુ પ્રજ્ઞેશ આ રકમ મેળવી લધા બાદ આજ સુધી નોકરી અપાવતો નહોતો. વચ્ચે એક વખત તેને દબાણ કરતાં તેણે વ્હોટ્સએપમાં નોકરીનો કોલલેટર મોકલી આપ્યો હતો. પરંતુ બાદમાં ક્યારે હાજર થવાનું તેની કોઇ વિગતો તે આપતો ન હો તપાસ કરતાં ખબર પડી હતી કે પ્રજ્ઞેશને પૈસાની કોઇ મેટરમાં અમદાવાદ પોલીસે પકડયો છે.
વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે તે એરફોર્સમાં નોકરી પણ કરતો નથી. આથી મેં યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં અર્જુનસિંહ જાડેજાએ જણાવતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં હેડકોન્સ. જે. એન. લાઠીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમાદાદમાં પ્રજ્ઞેશ ગઢવી વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. જેમાં તેણે નોકરી અપાવવાના નામે મોટી ઠગાઇ કર્યાની વિગતો સામે આવી હોઇ રાજકોટ પોલીસ કબ્જો મેળવી આગળ કાર્યવાહી કરશે. આ શખ્સ મુળ કચ્છન તરફનો વતની છે.
(3:08 PM IST)










