<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

શાપર-વેરાવળમાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે ને રૂરલ એલસીબીએ ઝડપી લીધા

કારમાં દારૂનો જથ્‍થો છૂપાવવા ચોરખાનુ બનાવ્‍યુ'તુ!: ઝાંઝમેરના અજયસિંહ અને રાજકોટના કિશન ચોૈહાણની ૫.૬૭ લાખના મુદામાલ સાથે ધરપકડ

રાજકોટ તા.રરઃ શાપર-વેરાવળમાં રૂરલ એલસીબીએ વિદેશી દારૂ ભરેલ કાર સાથે બે શખ્‍સોને ઝડપી લીધા હતા. પકડાયેલ બન્ને શખ્‍સોએ કારમાં ચોરખાનુ બનાવી દારૂનો જથ્‍થો છૂપાવ્‍યો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીએ શાપર-વેરાવળ પાસે ટોયટા કંપનીની ઇનોવા કાર રજી નં જીજે.૦૧.કે.એમ.૦૦૩૦ મા બે ઇસમો ચોરખાનુ બનાવી ઇંગ્‍લીશ દારૂ ની હેર-ફેર કરતા હોવાની હકિકત આધારે વોચમાં રહી રેઇડ કરતા ભારતીય બનાવટની જુદી-જુદી ઇંગ્‍લીશ દારૂની ૧૮૦ એમ.એલ માપની કંપનીશીલ પેક બોટલો નંગ ૪૫૮ કિ.રૂ.૫૨,૫૧૦/- તથા મો.ફોન નંગ-૦૨ કી.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૬૭,૯૧૦/- ના મુદામાલ સાથે  આરોપી અજયસિંહ જીતેન્‍દ્રસિહ મકવાણા રહે.ઝાઝમેર ગામ તા.ધોરાજી જી.રાજકોટ તથા કિશન ઉર્ફે કિશુ ઉર્ફે બન્ના હિતેષભાઇ ચૌહાણ  રહે.રાજકોટ મવડી નવલનગર શેરી નં-૩/૧૭ રામશેરી બંધ શેરીમાં હીતેષભાઇના મકાનમાં ભાડેથીને લઇ શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યા હતા.

આ કાર્યવાહી એલ.સી.બી, રાજકોટ ગ્રામ્‍યના પી.આઇ. જે.પી.રાવ, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પી.એસ.આઇ કે.એમ. ચાવડા, પી.એસ.આઇઆર.વી.ભીમાણી, પી.એસ.આઇ પી.એન.ભરવાડ, એઅસઆઇ બાલકળષ્‍ણભાઇ ત્રિવેદી, એઅસઆઇ બ્રીજરાજસિહ જાડેજા,  એએસઆઇ રોહિતભાઇ બકોત્રા એચસી શીવરાજભાઈ ખાચર એચસી છત્રપાલસિહ જાડેજા, એચસી પ્રતાપસિહ સોલંકી તથા એચસી અલ્‍પેશભાઇ રાઠોડ સહિતનાએ કરી હતી

(12:10 PM IST)