તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
અખાદ્ય મંચુરીયન - ગ્રેવી - પાઉંભાજી- શાકભાજીનો પ૦ કિલોનો નાશઃ ૪ પેઢીને તાળા
મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ ચેકીંગઃ પેટીસ-પનીરના ૪ નમુના લેવાયા જય રામનાથ ચાઇનીઝ એન્ડ પંજાબી, હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ, ઁ સાંઇ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ તથા એન્જલ ચાઇનીઝ પંજાબીમાંથી ભેળસેળ પકડાઇઃ ફૂડ શાખા ત્રાટકી

રાજકોટ : તા.ર૧,શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રા-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ
તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૭ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૫૦કિલો અખાદ્ય-વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૦૫ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ ફૂલ મળી રૂ.૧૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ જ્લ્લ્પ્રએકટ હેઠળ ૦૪ ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ. ૦૪ પેઢીને સીલ કરવામાં આવેલ.
મનપાની સજાવાર યાદિ મુજબઃ જય રામનાથ ચાઇનીઝ ્રૂ પંજાબી-માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. મુકામે પેઢીમાં વાસી તથા અખાદ્ય મંચૂરિયન, અન્ય પ્રિપેર્ડ ફૂડ નો કુલ મળી ૧૩ કિલો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.૩૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ -શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, રાજકોટ. મુકામે પેઢીમાં અમાન્ય ફૂડ કલર મળી આવેલ. વાસી ખાદ્ય ચીજ નો કુલ મળી ૮ સ્થળ પર નાશ કરવામાં આવેલ. પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૩૦૦૦/પ્ર વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ઁ સાંઈ ચાઇનીઝ પાઉભાજી રેસ્ટોરન્ટ-ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. ફ્રીજમાં સંગ્રહેલ વાસી ગ્રેવી, પાઉંભાજી તેમજ બાફેલા સલાડ નો કુલ મળી ૧૧કિલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ એન્જલ ચાઇનીઝ પંજાબી-ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. વાસી
પ્રિપેર્ડ ફૂડ તેમજ સડેલા શાકભાજી નો કુલ મળી ૧૮કિલોસ્થળ પરનાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.૫૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
પનિર-પેટીસના ૪ નમુના લેવાયા
સમૃદ્ધ ડેરી ફાર્મૅં વર્ષા કોમ્પ્લેકસ GF શોપ નં-૧, પંચવટી મેઇન રોડ, રાજકોટ. પેઢી માંથી પનીર (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.કૈલાશ ફરસાણૅં એસ્ટ્રોન ચોક, ખાતેથી ફરાળી પેટીસ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.,મહેશ વિજય ડેરી ફાર્મ એસ્ટ્રોન ચોક,ખાતેથી પનીર (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.,તથા શ્રી હરી ફરાળ અમીન માર્ગ,ખાતેથી ફરાળી પેટીસ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ, જયારે પટેલ ડેરી ફાર્મૅં લક્ષ્મીનગર કોર્નર, નાના મવા રોડ,લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
(3:45 PM IST)










