<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

રા.લો. સંઘ ચૂંટણી : તમામ ૩પ ઉમેદવારોના ફોર્મ માન્ય ...

હવે તા. ર૭મી સુધી ફોર્મ પાછા ખેંચી શકાશેઃ ર૯ મીએ ફાઇનલ યાદી : ૮મીએ મતદાન યોજાશે

રાજકોટ, તા., ર૧: આગામી તા.૮ સપ્ટેમ્બરે યોજાનાર રાજકોટ લોધીકા સહકારી સંઘની ચુંટણીમાં ગઇકાલે ફોર્મ ભરાવાની વિધિ પુર્ણ થયા બાદ આજે ચુંટણી અધિકારી શ્રી હર્ષદીપ આચાર્ય અને સ્ટાફે ઉમેદવારોની હાજરીમાં ફોર્મની ચકાસણી કરી હતી. બપોરે ૧રાા વાગ્યે ડે.કલેકટર શ્રી આચાર્યએ જણાવેલ કે તમામ ૩પ ફોર્મ માન્ય રહયા છે. ૧પ થી ર૦ મીનીટમાં ચકાસણી પુર્ણ થઇ છે. હવે તા.ર૭ ઓગષ્ટના બપોરે ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેચી શકાશે. ટુંકમાં ર૭ મીએ ચીત્ર ફાઇનલ થશે અને ર૯ મીએ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે.

હાલ જે ૩પ ઉમેદવારો મેદાનમાં છે. તેમાં સર્વશ્રી નીતીન ચોવટીયા, નરેન્દ્રસિંહ જાડેજા, નીતીનભાઇ ઢાંકેચા (બંને બિનહરીફ) અરવિંદ રૈયાણી, અશ્વીન લીંબાસીયા, હરજીભાઇ અજાણી, વિજય સખીયા, પૃથ્વીસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ જાડેજા, લખમણ પરસાણા, રાજદીપસિંહ જાડેજા, હરજીભાઇ પીપળીયા, બાબુભાઇ નસીત, શૈલેષ પરસાણા, ગોરવસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, નીતીન રૈયાણી, પરસોતમ પડાયા, ચિરાગ લીંબાસીયા, રમેશભાઇ સોરાણી, વિવેક સિંધવ, કરશન ડાંગર, મહેશ આસોદરીયા, ઘનશ્યામ મહેતા, રામભાઇ જળુ, સંજય અમરેલીયા, મુકેશભાઇ કમાણી, મનસુખભાઇ સરધારા, મોહનભાઇ દાફડા, છગન પેથરીયા, મનસુખભાઇ વેકરીયા, નરેન્દ્રકુમાર ભુવા, રઘુવીરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.

(3:42 PM IST)