News of Friday, 21st August 2026
રાજકોટથી ભારત બિલ્ડકોન ૨૦૨૭ના રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ
‘‘વન નેશન. વન એક્સ્પો.'' સાથે ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ

રાજકોટઃ ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિગ અને એલાઇડ ઇન્ડસ્ટ્રીઝના સમગ્ર ઇકોસિસ્ટમને એક જ રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશ સાથે ભારત બિલ્ડકોન ૨૦૨૭ના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત રાજકોટથી કરવામાં આવી છે. ‘‘વન નેશન. વન એક્સ્પો.''ની થીમ સાથે યોજાનાર આ એક્સ્પો દેશના મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ, હોલસેલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, બિલ્ડર્સ, આર્કિટેક્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ, પ્રોજેક્ટ ડેવલપર્સ, સરકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને એક જ બિઝનેસ પ્લેટફોર્મ પર જોડવાનો પ્રયાસ કરશે. ભારત બિલ્ડકોન ૨૦૨૭નું આયોજન ૦૩ થી ૦૬ જૂન ૨૦૨૭ દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે.
શ્રી જિતેન્દ્રભાઈ કથીરિયા, ડિરેક્ટર, ભારત બિલ્ડકોને જણાવ્યું કે ભારત બિલ્ડકોનનું વિઝન માત્ર એક એક્ઝિબિશનનું આયોજન કરવાનું નથી. રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિગ એસોસિએશનથી શરૂ થયેલી આ યાત્રા દેશના દરેક મેન્યુફેક્ચરર, એમએસએમઇ, લાર્જ કોર્પોરેટ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર સુધી પહોંચાડીને સમગ્ર ઇકોસિસ્ટમને એક પ્લેટફોર્મ પર લાવવાનું મોટું મિશન છે.
મનીષભાઈ પટેલ, પ્રેસિડેન્ટ, રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિગ એસોસિએશને જણાવ્યું કે રાજકોટ અને સૌરાષ્ટ્રની મેન્યુફેક્ચરિગ સ્ટ્રેન્થને નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટ્સ સાથે જોડવા માટે ભારત બિલ્ડકોન એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે. રાજકોટથી શરૂ થયેલી આ પહેલને દેશના અન્ય ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ સુધી લઈ જવા માટે એસોસિએશન તરફથી સંપૂર્ણ સહયોગ રહેશે.
શ્રી નરેન્દ્ર સંઘાત, કેપેક્સિલના વેસ્ટર્ન રિજન કમિટીના સભ્યએ જણાવ્યું કે ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ ઇન્ડસ્ટ્રી પાસે ક્વોલિટી, મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અને ગ્લોબલ કોમ્પિટિશન માટે જરૂરી શક્તિ છે. હવે આ શક્તિને એક સાથે લાવી ઇન્ડિયન પ્રોડક્ટ્સને વિશ્વના માર્કેટ્સ સુધી પહોંચાડવાની જરૂર છે.
ભારત બિલ્ડકોનનું વિઝન ડોમેસ્ટિક, ગવર્નમેન્ટ અને એક્સપોર્ટ એમ ત્રણ પિલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનું છે. ગયા વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં ૩૩૦થી વધુ કંપનીઓ, ૪૦,૦૦૦થી વધુ ડોમેસ્ટિક વિઝિટર્સ અને ૭૦૦થી વધુ ફોરેન બાયર્સની ભાગીદારી રહી હતી.
ભારત બિલ્ડકોન ૨૦૨૭માં હાર્ડવેર, સિરામિક્સ અને ટાઇલ્સ, માર્બલ અને સ્ટોન, પેઇન્ટ્સ અને કોટિગ્સ, સિમેન્ટ અને સ્ટીલ, ફર્નિચર, HVAC, રિન્યુએબલ એનર્જી, એલિવેટર્સ, ફાયર સેફટી સહિત બિલ્ડિંગ મટિરિયલ્સ અને કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા વિવિધ સેક્ટર્સને આવરી લેવામાં આવશે.
આ પ્રસંગે રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જિગ્નેશ વિરડિયા, સેક્રેટરી શ્રી ભાસ્કર રામોલિયા, ટ્રેઝરર શ્રી દિલીપ રૂપારેલિયા, જોઇન્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જયદીપ પીપળીયા, જોઇન્ટ સેક્રેટરી શ્રી વિપુલ છાયાણી, એડવાઇઝર શ્રી સોમેશ મલિક, કેપેક્સિલના વેસ્ટર્ન રિજન કમિટીના સભ્ય શ્રી નરેન્દ્ર સંઘાત, બોર્ડ ઑફ ટ્રેડના સભ્ય તથા ભારત બિલ્ડકોનના ડિરેક્ટર શ્રી જિતેન્દ્રભાઈ કથીરિયા અને ભારત બિલ્ડકોનના ડિરેક્ટર શ્રી વિશાલ આચાર્ય સહિત ઉદ્યોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત બિલ્ડકોન ૨૦૨૭નું આયોજન ૦૩ થી ૦૬ જૂન ૨૦૨૭ દરમિયાન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર, નવી દિલ્હી ખાતે કરવામાં આવશે.
(4:18 PM IST)










