તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સ્મિત પ્રતિક મહિલા મંડળનો ૪૦મા વર્ષમાં પ્રવેશઃ ૪૦ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓની વણથંભી યાત્રા
પછાત વિસ્તારોમાં બાળકો માટે શૈક્ષણિક-આરોગ્યલક્ષી સેવાઓ, નાસ્તો, કપડાં અને દવાનું વિતરણઃ ંમહિલાઓને સ્વાવલંબી બનાવવા કૂકિંગ ક્લાસ તથા પ્રદર્શન-વેચાણનું પણ આયોજન

રાજકોટઃ શહેરમાં તા.૧૯/૦૩/૧૯૯૭ના રોજ સ્થપાયેલ ‘સ્મિત પ્રતિક મહિલા મંડળ' પોતાના ૪૦મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.
સ્વ. અરવિંદભાઈ મણીયારના ધર્મપત્ની હંસાબેન મણીયારના વરદ હસ્તે સ્થાપના પામેલું આ મંડળ છેલ્લા ચાર દાયકાથી કોઈ પણ જાતની જાહેરાત વગર નિઃસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે.
૪૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે મંડળ દ્વારા ૧૦૦થી વધુ બાળકોને પૌષ્ટિક નાસ્તો, ૧૦૦ બાળકોને મિલક, સાથે કપડાં, નાસ્તા કિટ, બિસ્કિટ તથા ચંપલ અને નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરીબ બાળકોને મેડિકલ હેલ્પ, દવાઓ અને સ્વચ્છતા-આરોગ્ય અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.
સેવાકીય કાર્યોની સાથે મહિલા શક્તિકરણ માટે મંડળ દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવા કૂકિંગ ક્લાસ (એલ.ઈ.ડી. ટીવી દ્વારા અવળચંદી વાનગીઓ), ગૃહઉદ્યોગ પ્રોત્સાહન અને એક્ઝિબિશન-કમ-સેલનું આયોજન કરવામાં આવે છે.
જેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલ ખાખરા, પાપડ, મસાલા, હેન્ડીક્રાફ્ટ વગેરે ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ નું વેચાણ કરી તેઓ આર્થિક રીતે પગભર બને છે. તેમ જણાવાયું છે.
પૂર્વમેયર નયનાબેન પેઢડિયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટે પણ મંડળની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
તસ્વીરમાં મંડળના પ્રમુખ પ્રફુલાબેન મહેતા મો. ૯૪૨૮૮ ૯૦૨૭૭, મંત્રી પ્રિતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઇ અને ભારતીબેન ખોખાણી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:47 PM IST)










