તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ ૨૦૨૬: વિદ્યાર્થીઓને મળ્યો આર્થિક રીતે પગભર થવાનો અવસર
રાજકોટ વિશ્વનું અનોખું શહેર જ્યાં ૨૨ લાખની વસ્તીમાં બે લાખ રજીસ્ટર્ડ કંપનીઓ દ્વારા અનેક રોજગારીની તકો ઉભી થઈ રહી છેઃ શ્રી રમેશભાઈ ટીલાળા

રાજકોટઃ શ્રીમતી ટી વી મહેતા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ગાર્ડી વિદ્યાપીઠના આંગણે યંગ ઇન્ડિયન્સ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે Yi-ગાર્ડી કેમ્પસ કનેક્ટ ૨૦૨૬ શિર્ષક સાથે એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સ્વામી પૂ. જનમંગલદાસજી તેમજ સ્વામી પૂ. યોગીચરણ મહારાજ તેમજ સંસ્થાના ચેરમેન ડી વી મહેતા, મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતા, એજ્યુમોલ અને SGISના ડાયરેક્ટર શ્રીકાંત તન્ના યંગ ઇન્ડિયન્સના ચેર રોનક ગંગદેવ, આંત્રપ્રિનિયોર ચેર શ્રી હર્ષ દોશી પણ જોડાયા હતા. આ જોબ ફેરમાં રાજકોટ ઉપરાંત ગામેગામથી વિવિધ કોલેજના ફાઇનલ તેમજ પ્રિ ફાઈનલ યરના વિદ્યાર્થીઓ તેમજ ર્વકિંગ પ્રોફેશનલ સહિત કુલ ૧૨૦૦ જેટલા કેન્ડીડેટ ઉપસ્થિત રહ્યા હતા. ૬૦ થી વધુ કંપનીઓ દ્વારા કુલ ૫૦૦ જેટલી અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા જેમાં તેમને પ્રોબેશન દરમિયાન ૧૫ થી ૨૫ હજારનું સ્ટાઇપેન્ડ તેમજ ફુલ ટાઈમ જોબ માટે સરેરાશ ૩૫ થી ૬૫ હજાર સુધીની સેલેરી ઓફર કરવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.
(2:41 PM IST)










