<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

રવિવારે પ્‍યોર મધ રૂા.૨૬૦ નું કિલો

નવરંગ કલબનું આયોજનઃ લોખંડના વાસણો, પાપડ-ખાખરા વગેરે રાહતદરે વિતરણઃ નાળિયેરનો ઉત્તમ પ્રકારનો હલવો પણ મળશે

 

 

રાજકોટ, તા.૨૦: નવરંગ નેચર કલબ, રાજકોટ દ્વારા દર રવિવારે મધનું ૧ કિલોના ૨૬૦ રૂ. લેખે રાહત દરે વિતરણ થાય છે. મધએ પળથ્‍વી પરનું અમળત છે, તેમાં પુષ્‍કળ પ્રોટીન છે. મધએ પ્રવાહી સોનું છે, મધ ખાવું એ શરીર માટે ખુબ સારું છે. કફમાં ફાયદો થાય છે, વજન ઓછુ કરવા માટે શ્રેષ્ઠ છે, સૌથી જુનું ગળપણ છે, તાત્‍કાલિક શક્‍તિ મળે છે. મધમાં પ્રોટીન, એલબ્‍યૂમિન, વસા, એન્‍જાઈણ, એમીનો એસીડ, કાર્બોહાઈડ્રેટ્‍સ, પગાર, કેસર, આયોડિન, લોહ, તાંબુ, મેંગનીઝ, સોડીયમ, ફોસ્‍ફોરસ, કેલ્‍શિયમ, ક્‍લોરિન જેવા ઉપયોગી ખનીજ-લવણોની સાથે જ બહુમૂલ્‍ય વિટામીન-રાઈબોફ્‌લેવિન, વિટામીન એ, બી-૧, બી-૩, બી-૫, બી-૬, બી-૧૨ તથા વિટામીન સી, વિટામીન એચ પણ જોવા મળે છે.

આપણા પૂર્વજોએ વર્ષો પહેલા ભારતની પાંચ શ્રેષ્ઠ વસ્‍તુઓ (પંચામળત)માં પણ મધનો સમાવેશ કરેલ, આપણે મધને પંચામળતમાંથી બહાર કાઢી સકયા નથી. મધ અને પાણી પી શકાય, મધ અને રોટલી ખાય શકાય, મધ અને આદુંનું સેવન કરી શકાય. નવરંગ નેચર ક્‍લબના મધ્‍યમથી મધમાખી ઉછેર કેન્‍દ્ર દ્વારા તૈયાર થયેલું મધ હું લોકોને ૨૬૦ ના કિલો લેખે પડતર કિંમતે આપું છું.

૨૦૧૩ થી સૌરાષ્‍ટ્રમાં નવરંગ નેચર ક્‍લબની ભરાતી ખેડૂતહાટ અને આખું વર્ષે ગામ અને શહેરોમાં ફૂલછોડ અને કલમી ફળાઉના રોપા વિતરણના કાર્યક્રમમાં પણ આ મધનું વિતરણ કરીએ છીએ. દર વર્ષે લગભગ ૧૦,૦૦૦ કિલો મધનું વિતરણ થાય છે. (આ મધ અમો કયાંય પણ મોકલી આપતા નથી, માત્ર અમારા કેન્‍દ્રો પરથી જ મળે છે) લોકોને વધુમાં વધુ મધનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. રાજકોટમાં ભરાતી ખેડૂતહાટમાં દર રવિવારે મધ એક કિલોના ૨૬૦ રૂ. લેખે મળસે. આ કાર્યક્રમ બાલ ભવન, ઓપન એર થિયેટર રેસકોર્સ, રાજકોટ તા.૧૬ રવિવાર સમય સવારે ૮ થી ૧ યોજાશે

(2:55 PM IST)