તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
નવા હોકર્સ ઝોનમાં ઈંડા-નોનવેજ સાથે ચા-પાનના ધંધાનો પણ પ્રતિબંધ
૮૦ ટકા જગ્યા શાકભાજી, ફ્રૂટ અને કટલેરી માટે : હોકર્સ ઝોનમાં ગેરેજ ચલાવવાની પણ મનાઈ

રાજકોટ : મહાનગરપાલિકાએ નવા હોકર્સ ઝોન માટે પણ કડક નીતિ નક્કી કરી છે. હયાત હોકર્સ ઝોનમાં જે વ્યવસ્થા છે તે સિવાય હવે પછી બનનારા નવા હોકર્સ ઝોનમાં ચા-પાન, ઈંડા કે નોનવેજના વ્યવસાય માટે મંજૂરી આપવામાં નહીં આવે. નવા હોકર્સ ઝોનમાં ૮૦ ટકા જગ્યા શાકભાજી, ફ્રૂટ અને કટલેરીના ફેરિયાઓ માટે જ્યારે બાકીની ૨૦ ટકા જગ્યા અન્ય ફેરિયાઓ માટે રાખવામાં આવશે. હાલના તેમજ નવા હોકર્સ ઝોનમાં ગેરેજનો વ્યવસાય પણ કરી શકાશે નહીં. જ્યાં અગાઉ આવી મંજૂરી આપવામાં આવી હોય ત્યાં તે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.(
(3:37 PM IST)










