<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

મનપામાં ૬ અધિકારીઓની કામગીરીમાં ફેરફાર

પાંચ આસિ. મ્‍યુનિ. કમિશનર અને એક ડેપ્‍યુટી,ઇજનેર સહિતના અધિકારીઓને વિવિધ વિભાગોની નવી જવાબદારી સોંપાઈ

 

 

રાજકોટ, તા. ૧૯ :  મહાનગરપાલિકામાં વહીવટી સરળતા અને જાહેર સેવાના હિતાર્થે મ્‍યુનિ. કમિશનર તુષાર ડી. સુમેરા દ્વારા અધિકારીઓની કામગીરીમાં ફેરફાર કરી નવી જવાબદારીઓ સોંપવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

આ હુકમમા બી.એલ. કાથરોટીયા,  ડી.એમ. ડોડીયા, વી.ડી. ધોણિયા, કે.ડી. વાઘેર,  આર.એમ. ગોમતી અને  એ.જે. પરસાણા સહિત કુલ છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

આ અધિકારીઓને સેન્‍ટ્રલ, વેસ્‍ટ અને ઈસ્‍ટ ઝોન ઉપરાંત વેરા વસૂલાત, વ્‍યવસાયવેરા, શોપ એન્‍ડ એસ્‍ટાબ્‍લિશમેન્‍ટ, આવાસ યોજના, સાંસ્‍કળતિક વિકાસ, લાઇબ્રેરી, ગાર્ડન, વિજિલન્‍સ ચેક તથા ક્‍વોલિટી કન્‍ટ્રોલ સેલ સહિતના વિવિધ વિભાગોની કામગીરી અને જવાબદારીઓ સોંપવામાં આવી છે.

મનપા કમિશનરના હુકમ મુજબ સંબંધિત અધિકારીઓએ નવી સોંપવામાં આવેલી કામગીરીનો તાત્‍કાલિક ચાર્જ સંભાળી વહીવટી કામગીરી શરૂ કરવાની રહેશે.

(3:43 PM IST)