તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
૧૦ હજાર ઈકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓનું વિતરણ
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે

રાજકોટઃ ગણેશોત્સવની શ્રદ્ધા સાથે પર્યાવરણની સુરક્ષાનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે ૧૦ હજાર ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિઓનું વિતરણ કરવાની વિશેષ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ અભિયાનની વિશેષતા એ છે કે ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિની કિમત માત્ર રૂ. ૫૦૦ રાખવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી આ પર્યાવરણલક્ષી પહેલમાં જોડાઈ શકે. વાજબી કિમતમાં મૂર્તિ ઉપલબ્ધ કરાવી વધુમાં વધુ પરિવારો ઈકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ તરફ વળે અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે તે આ પહેલનો મુખ્ય હેતુ હોવાનું જણાવાયું છે.
મૂર્તિ મેળવવા ઇચ્છતા નાગરિકોએ આપવામાં આવેલ વોટ્સએપ અથવા ઓનલાઈન લિક મારફતે ફોર્મ ભરવાનું રહેશે. તેમાં જરૂરી વિગતો, મોબાઇલ નંબર તથા ષ્ત્રર્્ીદ્દતખ્ષ્ટષ્ટ નંબર વગેરે દાખલ કર્યા બાદ આપેલ મ્ય્ ઘ્ંફુફૂ દ્વારા રૂ. ૫૦૦નું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ પૂર્ણ થયા બાદ તેનો સ્ક્રીનશોટ ફોર્મમાં અપલોડ કરવાનો રહેશે. નાગરિકોને મૂર્તિ મેળવવામાં વધુ સરળતા રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નિર્ધારિત વિતરણ કેન્દ્રો/શાળાઓમાંથી નજીકનું સ્થળ પસંદ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી લોકોને દૂર જવું ન પડે અને પોતાના વિસ્તારની નજીકથી જ ઈકો-ફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ મેળવી શકાય.
આ અંગે વધુ માહિતી મેળવવા મોનલભાઈ શુકલનો મો.૯૮૭૯૪ ૧૧૩૦૫ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.
(4:05 PM IST)










