તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 19th August 2026
રાજકોટ લોધીકા સહકારી સંઘ ચૂંટણીઃ આજે વધુ ૩ ફોર્મ ઉપડયાઃ ૧ ફોર્મ ભરાયું: કાલે ફોર્મ અંગે છેલ્લો દિવસ

રાજકોટ તા.૧૯: રાજકોટના લોધીકા સહકારી સંઘની સામાન્ય ચુંટણી ૮ સપ્ટેમ્બરે યોજાવાની છે ત્યારે હવે ફોર્મ ભરાવાનું શરૂ થયુ છે, આજે એક ફોર્મ ભરાયુ છે અને વધૂ ૩ ફોર્મ ઉપડતા કુલ ૭ ફોર્મ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી પ્રક્રિયા હેઠળ સંઘ સાથે જોડાયેલી મંડળી ગત મતજૂથમાંથી ૧૫ અને વ્યક્તિગત જૂથમાંથી ૧ એમ કુલ ૧૬ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. અધિકારી સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરે ર વાગ્યા સુધીમાં વધુ ૩ જેટલા ફોર્મ ઉપડ્યા અને સાંજ સુધીમાં વધુ ફોર્મ ઉપડે તેવી પૂરેપૂરી શકયતા જોવાઈ રહી છે. તેમજ સાતમાંથી એક ફોર્મ ભરાઈને ભરત આવ્યું છે જે ખીજડીયા મંડળીનું નીતિનભાઈ લીંબાભાઇ ચોવટીયા નામના વ્યક્તિનું ફોર્મ જમા થયું છે.
આવતીકાલે ફોર્મ ઉપાડવા અને ભરવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવા માટે તા.૨૨થી તા.૨૭ ઓગસ્ટના બપોરે ૩ વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ તા.૨૯ ઓગસ્ટના સવારે ૧૧ વાગ્યે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
(2:58 PM IST)










