તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
શુક્રવારે ભજવાશે બે એકાંકી નાટકો ‘ઔરંગઝેબ કી આખરિ રાત' અને ‘વકિલ સાહેબ વિફર્યા'

રાજકોટઃ ચોસઠ કળાનો સુગમ સંયોગ એટલે નાટક. રાજકોટની રંગભૂમિ પર રાજકોટના જ મંજાયેલા કલાકારો દ્વારા, તા.૨૧ને શુક્રવારે રાત્રે ૦૯:૩૦ કલાકે હેમ ગઢવી મિનિ હોલ ખાતે ભજવાશે બે એકાંકી નાટકો 'ઔરંગઝેબ કી આખિરી રાત' અને 'વકીલ સાહેબ વિફર્યા'
પ્રથમ નાટક નવજીવન આર્ટ અને રાજકોટ થિએટર ક્લબ આયોજિત, ડો. રામકુમાર વર્મા લિખિત, હાર્દિક આસોડિયા દિગ્દર્શિત હિન્દી એકાંકી નાટક ‘ઔરંગઝેબ કી આખિરી રાત' રજૂ થશે. આ નાટક એક હિન્દી ઐતિહાસિક નાટક છે, જેની વાર્તા મુઘલ સલ્તનતનો સૌથી ક્રૂર બાદશાહ ઔરંગઝેબ તેની અંતિમ ક્ષણોમાં શું વિચારી રહ્યો હતો? તથા આ વાર્તા ફક્ત સત્તાના અંતની નહિ પરંતુ એક ક્રૂર બાદશાહની મનોસ્થિતિમાં દબાયેલ પヘાતાપની છે. આ નાટકમાં જાણીતા કલાકારો હર્ષવર્ધન કડેલ, ધ્વનિ ગાંધી, દર્પણ સોની, વિરાજ વિજય પાટડિયા, આર્યન પીસાવાડિયા અને આનંદ ચંદ્રવંશી પોતાના જીવંત અભિનયથી, જ્યારે ગૌતમ દવે પોતાની પ્રકાશ સંરચના દ્વારા અને નિર્મોહી પોતાના સંગીત દ્વારા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.
બીજું નાટક નવજીવન આર્ટ અને રાજકોટ થિએટર ક્લબ આયોજિત, દામુ સાંગાણી લિખિત, શમિક દવે દિગ્દર્શિત, ગુજરાતી એકાંકી નાટક વકીલ સાહેબ વિફર્યા રજૂ થશે. જે હાસ્યરસથી ભરપૂર, પારિવારિક કોમેડી અને પેટ પકડીને હસાવતું ગુજરાતી નાટક છે. જે દર્શકોને ખૂબ હસાવશે તથા ક્ષણિક વિચારતા પણ કરી મૂકશે. જેમાં અગ્રણી અભિનેતા ગુલામહુસેન અગવાન જેમનો ગુસ્સો પ્રેક્ષકોને હાસ્ય તરબોળ કરી મૂકે છે. સાથી કલાકારો શમિક દવે, રોનકગીરી ગોસ્વામી અને પરી સોલંકી એ પણ દમદાર ભૂમિકાઓ ભજવી છે. જેમાં શાનદાર પ્રકાશ સંરચના ગીતમ દવે અને સંગીત શુભમ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ છે. આ નાટકોને સફળ બનાવવા રાજકોટના યુવા કલાકારો યુવરાજાસિહ જાડેજા, ધિમહી દવે, ધારા ખૂંટી વગેરેએ જહેમત ઉઠાવી રહ્યા છે. ટિકિટ બુકિંગ ઓનલાઇન પ્લેટફોર્મ Tykkit.com તથા હેમુ ગઢવી હોલ ટિકિટ કાઉન્ટર પર સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી તેમજ ૯૭૭૩૪૦૧૦૪૮/ ૯૪૨૯૨૩૪૮૨૬ ઉપર સંપર્ક કરી શકાય છે. ટિકીટના ભાવ રૂ.૨૦૦, ૨૫૦, ૩૫૦ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા
(2:34 PM IST)










