તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
૨૪ કેરેટ ગોલ્ડન બકલથી લઈ રૂદ્રાક્ષની અવનવી રાખડીઓ બજારમાં
જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં ભાભી-નણંદ માટે ખાસ લુંબા, બાળકો માટે મ્યુઝીકલ-કાર્ટૂન રાખડીઓનો ખજાનો

રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી જોહર કાર્ડ અને જોહર ગેલેરી કાલાવડ રોડ, પ્રેમ મંદિર, ગાર્ડન સામે આવેલ શોપમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અઢળક ડિઝાઇન સાથેની અવનવી રાખડીઓ આવી ગઈ છે, ભારત દેશમાં અનેકવિધ તહેવારોની હર્ષોલારા સાથે ઉજવણી કરવામાં આવે છે. તેમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવવામાં આવે છે. તેમાંથી એક અને સૌથી લોકપ્રિય તહેવાર એટલે રક્ષાબંધન, રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધી ભાઈના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે,રક્ષાબંધનનો તહેવાર દરેક ધર્મના લોકો ઉજવે છે, ભાઈની લાંબી ઉમર અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હોય શહેરની જાણીતી જોહર કાર્ડ આ વર્ષે અવનવી રાખડીઓ આવી ગઈ છે.
આ અંગે શોપના યુસુફઅલી માંકડાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૫૯ વર્ષથી રાખડીનું વેચાણ કરીએ છીએ. હાલમાં અમારે ત્યાં અઢળક ડિઝાઇનની રાખડીઓ ઉપલ્બધ છે. જો કે આ વર્ષે ગ્રાહકોમાં રુદ્રાક્ષની રાખડી, કાશ્મીરી રાખડી, જર્મન સિલ્વર રાખડી, કુંદન રાખડી સેટ, ૨૪ કેરેટ ગોલ્ડન બકલ રાખડી, મોરપીછા રાખડી, રજવાડી કપલ રાખડી જ્યારે સુખડ, ચંદન, રુદ્રાક્ષ, અમેરિકન ડાયમંડ એમ ઘણી જ પ્રકાર ની રાખડી આવી ગયેલ છે, અમે રક્ષાબંધનના તહેવારના ૬ મહિના પહેલા જ રાખડીની કરાવીએ છીએ અને ખરીદી શરૂ કરીએ છીએ, હાલમાં બાળકો માટે લાઇટિગ, મ્યુઝિકવાળી તેમજ બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓ પણ છે. અમે ગ્રાહકોના ખાસ ઓર્ડર મુજબ નામ વાળી રુદ્રાક્ષ બ્રેસલેટ મેટલ પર રાખડીઓ પણ તૈયાર કરાવી આપવામાં આવે છે.
અહી રાખડીઓમાં પણ કેટલીક ખાસ પ્રકારની ડિઝાઇન મુંબઈ ના પટવાઓ થતાં કોલકાતા ના બંગાળી બાબુ દ્વારા બનાવેલ રાખડી ઓર્ડર આપીને તૈયાર કરાવવામાં આવે છે. કેટલાક વર્ષોથી ગુજરાતમાં પણ ભાભી-નણંદ માટેની લુંબા રાખડીની પણ વિશાળ વેરાયટી છે. જેમાં ડાયમંડ બ્રેસલેટ, બ્રેસલેટ કડા, કુંદન વગેરે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ખાસ કંકુ-ચોખા સેટવાળી રાખડી પણ છે જ્યારે રક્ષાબંધનની શુભેચ્છા કાર્ડ અહી મળે છે. આ ઉપરાંત બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે ડેકોરેટ કરેલી ડિશ પણ અહી મળે છે. હાલમાં રાજકોટ બહાર અન્ય શહેર અને વિદેશમાં રહેતા ભાઈઓ માટે બહેન રાખડીની ખરીદી ચાલુ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.
(2:34 PM IST)










