તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
રાજકોટ જીલ્લામાં જુગારના ૪ દરોડાઃ ૧૯ પકડાયા
ગોંડલના ડૈયા ગામે ૩ પકડાયા- ર ભાગી ગયા, જસદણના ગોડલાધાર ગામે ૪ મહિલા સહિત ૮, મોટી મારડ ગામે ૪ અને ડુમીયાણી ગામે પતા ટીંચતા ૪ પકડાયા- ૩ છનન

રાજકોટ તા.૧૯: રાજકોટ જીલ્લામાં જુગારના ૪ દરોડામાં ૪ મહિલા સહિત ૨૧ને પોલીસે ઝડપી લીધા હતા જયારે પ શખ્સો ભાગી છૂટયા હતા.
પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ડૈયા ગામે વેજાગામ જવાના રસ્તે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રશીકભાઇ સોમાભાઇ રાઠોડ ધંધો.ડ્રાઇવિંગ રહે.ડેૈયાગામ, (૨) અનિલભાઇ અમરાભાઇ બગડા ધંધો.કડીયાકામ રહે.વેકરીગામ (૩) નાનજીભાઇ દેવશીભાઇ રાઠોડ ધંધો. મજૂરી રહે.ડૈયા ગામને ઝડપી લીધા હતા જયારે (૪) જીતેન્દ્રભાઇ અમરાભાઇ રાઠોડ રહે.ડૈયા ગામ તથા (૫) અજીજભાઇ ઉર્ફે અન્નાસાગર અલ્લારખાભાઇ દોઢીયા રહે.ત્રાકુડા નાસી છુટયા હતા. પોલીસે રોડા રૂા.૨૦,૬૬૦, ૩ મોબાઇલ તથા ત્રણ બાઇક મળી કુલ રૂા.૯૫,૬૬૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં રૂરલ એલસીબીએ ગોડલાધાર ગામની સીમમાં મુકેશભાઇ જેસાભાઇ કુકડીયાની વાડીએ જવાના જાહેર રસ્તા પાસે થોરની ઝાડી પાછળ રેઇડ કરી જુગાર રમતા (૧) વિષ્ણુભાઇ લાખાભાઇ કુકડીયા, ઉ.વ.૩૯ ધંધો.ખેતી, રહે.ગોડલાધાર ગામ (૨) પુનમભાઇ ઉર્ફે પુનીત ઉર્ફે ભુરો વિનુભાઇ બાવળીયા, ધંધો.હિરા ઘસવાનો રહે હાલ.રાજકોટ કણકોટ ગામ, (૩) જીતેશભાઇ શામજીભાઈ પરમાર ધંધો. મજૂરી, રહે.ગઢડીયા, તા.જસદણ, (૪) ભરતભાઇ વિનુભાઇ મકવાણા, ધંધો.ખેતી, રહે.સોમ પીપળીયા, તા.વિંછીયા, (૫) પ્રિયા ડો/ઓ રાજેશભાઈ આલાણી રહે.જસદણ, વાજસુરપરા (૬) સંગીતાબેન વા/ઓ રાજેશભાઈ આલાણી રહે.જસદણ, વાજસુરપરા (૭) શીતલબેન વા/ઓ લખમણભાઇ મકવાણારહે જસદણ, પોલારપર રોડ તથા (૮) શરીફાબેન ઉર્ફે મુન્નીબેન વા/ઓ અમીરભાઈ ખલીફા રહે.જસદણ, વાજસુરપરા ના.જસદણ જી.રાજકોટને રોકડા રૂા.૪૪,૦૦૦ તથા પ મોબાઇલ અને ગંજીપતા મળી કુલ ૬૯,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી જસદણ પોલીસના હવાલે કર્યા હતા.
ત્રીજા દરોડામાં પાટણવાવ પોલીસે મોટીમારડ ગામે ગાંધી ચોકમા રેઇડ કરી રોડ ઉપર જુગાર રમતા (૧) જયદિપભાઇ બીજલભાઈ મેર ધંધો મજુરી રહે મોટીમારડ કળષ્ણનગર સોસાયટી (૨) વિમલભાઇ ભરતભાઇ મેર, ધંધો-મજુરી, રહે.મોટીમારડ ગામ કળષ્ણનગર સોસાયટી, (૩) નીખીલભાઇ હરસુખભાઇ ડાભી, ધંધો-મજુરી, રહે.ખાખીજાળીયા ગામ ખોડીયાર સોસાયટી, તથા (૪) સુનિલભાઇ જયસુખભાઇ સોલંકી, ધંધો-મજુરી, રહે.ઉપલેટા સ્વામીનારાયણ સોસાયટીને રોકડા રૂા.૧૦,૩૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. ચોથા દરોડામાં ઉપલેટા પોલીસે ડુમીયા ગામે ભાદર કાંઠા જવાની સીમના રસ્તે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) ગીગનભાઇ ભગાભાઇ વંશ ધંધો. ડ્રાઇવિંગ રહે.ડુમીયાણી, (૨) મગનભાઇ માવજીભાઈ દુધાત ધંધો ખેતી રહે.ડુમીયાણી (૩) કાંતીલાલ છગનભાઇ ગોવાણી રહે.સુપેડી તા. ધોરાજી (૪) દુષ્યયંતસિંહ ઉર્ફે દીગુભા મહિપતસિંહ જાડેજા રહે.ઝાંઝમેર તા. ધોરાજીને ઝડપી લીધા હતા જયારે (પ) જસાભાઇ પરબતભાઇ ભારાઇ રહે. ડુમીયાણી (૬) હીરાભાઇ ભીખાભાઇ ભારાઇ રહે.ડુમીયાણી તથા (૭) જીતો નથુભાઇ કોઠડીયા રહે.ડુમીયાણી નાસી છુટયા હતા. પોલીસે રોકડા રૂા. ૧૨,૧૬૦ અને ગંજીપતો કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
(4:06 PM IST)










