તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 18th August 2026
આરોગ્ય સેવામાં રાજકોટ મનપાની સિદ્ધિ : નાનામવા UPHC ને NQAS પ્રમાણપત્ર
રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા મૂલ્યાંકનમાં ૯૦.૬૩ ટકા ગુણ સાથે નોંધપાત્ર સફળતા : જનરલ ક્લિનિકથી માતા-બાળ આરોગ્ય, રસીકરણ, ફાર્મસી-લેબોરેટરી સહિતની સેવાઓની થઈ ચકાસણી : ડો. માનસી ડોડિયાના નેતળત્વમાં ૫૧ કર્મચારીઓની ટીમની મહેનત રંગ લાવી

રાજકોટ : મહાનગરપાલિકાની આરોગ્ય સેવાઓમાં વધુ એક નોંધપાત્ર સિદ્ધિ ઉમેરાઈ છે. મનપા સંચાલિત નાનામવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)ર્ંએ રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (National Quality Assurance Standards – NQAS) અંતર્ગત થયેલા મૂલ્યાંકનમાં ૯૦.૬૩ ટકા ગુણ મેળવી NQAS પ્રમાણપત્ર હાંસલ કર્યું છે.
નાનામવા UPHCનું તા. ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન રાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો અંતર્ગત મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન માટે પヘમિ બંગાળના નેત્રરોગ નિષ્ણાત ડો. પરિક્ષિત નંદી તથા રાજસ્થાનના નસિર્ંગ હેડ મંગલારામ વિશ્રોઈ દ્વારા આરોગ્ય કેન્દ્રની વિવિધ સેવાઓ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મૂલ્યાંકનમાં આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ જનરલ ક્લિનિક, માતળત્વ આરોગ્ય સેવા, નવજાત અને બાળ આરોગ્ય, રસીકરણ, કુટુંબ કલ્યાણ, ચેપી અને બિનચેપી રોગ નિયંત્રણ, ડ્રેસિંગ રૂમ અને ઇમરજન્સી સેવા, ફાર્મસી, લેબોરેટરી, આઉટરીચ સેવાઓ તેમજ સામાન્ય વહીવટ સહિતના વિભાગોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.
તમામ માપદંડોના મૂલ્યાંકન બાદ નાનામવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કુલ ૯૦.૬૩ ટકા ગુણ મળ્યા છે. આ પરિણામ સાથે આરોગ્ય કેન્દ્રએ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સુવ્યવસ્થિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.
નાનામવા UPHC ના મેડિકલ ઓફિસર ડો. માનસી એમ. ડોડિયાના નેતળત્વ હેઠળ સમગ્ર આરોગ્ય ટીમે સંકલિત પ્રયાસો કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમમાં RBSK મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્રિશિયન, ફાર્માસિસ્ટ, મહિલા આરોગ્ય કાર્યકર (FHW), મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (MPHW), કેસ રાઇટર, પટાવાળા, સુરક્ષા કર્મચારીઓ તથા આશા બહેનો સહિત કુલ ૫૧ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
NQAS પ્રમાણપત્રની સિદ્ધિ બાદ નાનામવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભવિષ્યમાં પણ ઉચ્ચ ગુણવત્તાની, દર્દીકેન્દ્રિત અને સર્વસમાવેશક આરોગ્ય સેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસો ચાલુ રાખવામાં આવશે.
(3:23 PM IST)










