<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

જન્‍માષ્‍ટમી મહોત્‍સવની સંકલન સમિતિ જાહેર

કાર્યાલયમાં ભકતોની ભીડઃ લતા સુશોભન-ફલોટ માટે નામ નોંધણી

રાજકોટ, તા.૧૮: ભગવાન શ્રીકળષ્‍ણનું જીવન ઉપદેશ, કર્તવ્‍ય, પ્રેમ અને પરમાર્થની અનંત કથા છે, જે આજે પણ સમગ્ર માનવજાતને માર્ગદર્શન આપે છે. વિહિપની જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના માર્ગદર્શક સમિતિના સભ્‍યો માવજીભાઈ ડોડિયાં, નરેન્‍દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઇ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઇ મકવાણા ઉપરાંત સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા તમામ ના સર્વાનુમતે સંકલન સમીતીની નિમણુક કરવામા આવી.

જેમા પુ. રાધેશ્‍યામ બાપુ, લલીતભાઇ વડેરીયા (કાળુમામા), અશ્વિનભાઇ ગોસાઇ, ક્રુણાલભાઇ વ્‍યાસ, ડો. માધવ દવે, યોગેંદ્રસિહ જાડેજા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ટ્રસ્‍ટ), ગૌતમભાઇ ધમસાણીયા, ચમનભાઇ સિંધવ, રાજુભાઇ પિલ્લાઇ, વિક્રમસિંહ પરમાર, મંગેશભાઇ દેસાઇ, જયેશભાઇ સાંઘાણી, સુજીતભાઇ ઉદાણી, વસંતભાઇ લીમ્‍બાસીયા, રાજુભાઇ જુંજા, રાહુલભાઇ જાની વગેરેની નિમણુક કરવામા આવી હતી.

સંકલન સમીતી દ્વારા આગામી દિવસોમા અલગ અલગ ક્ષેત્રના આગેવાનોનો સમ્‍પર્ક કરીને જન્‍માષ્ટમિ મહોત્‍સવને વધુ યથાર્થ અને સાચા અર્થમા લોક ઉત્‍સવ બનાવવા માટેના પ્રયાસો કરવામા આવશે. સમાજના કોઇ પણ વર્ગના લોકો આ મહોત્‍સવમા સહભાગી થવામા રહી ના જાય તેના માટે સમાજના દરેક વર્ગ અને વર્ણ ના લોકોનો સમ્‍પર્ક કરવામા આવશે. દરેક સામાજીક સંસ્‍થાઓ, ધાર્મીક સંસ્‍થાઓ, વ્‍યવસાયીક સંસ્‍થાઓ, દરેક જ્ઞાતી આગેવાનો, દરેક શાળાઓ, કોલેજો, મઠ મંદીરો, સંતો મહંતો, ધર્માચાર્યો, સેવા વસ્‍તીઓ, ધુન મંડળો, રાસ મંડળો, ગરબી મંડળો ઉપરાંત સનાતન ધર્મ ને લગતા તમામ નાના મોટા સંગઠનોનો સમ્‍પર્ક કરીને જન્‍માષ્ટમી મહોત્‍સવમા સૌની સહભાગીતા વધે તેવા પ્રયાસો કરવામા આવશે. આ તમામ સમ્‍પર્કોની યોજના સંકલન સમીતી દ્વારા બનાવવામા આવશે તેમ માર્ગદર્શક સમીતીના શ્રી શાંતુભાઇ રુપારેલીયા અને વનરાજભાઇ ગરૈયાએ જણાવ્‍યુ હતુ.

કાર્યકર્તાઓ સેવા ભાવથી શોભાયાત્રાની તૈયારીઓમા લાગી ગયા હતા. ઝંડીઓ બનાવવી, સમ્‍પર્કો કરવા, ફ્‌લોટસની તૈયારીઓ, મુખ્‍ય રથની મરામ્‍મત, આગામી કાર્યક્રમો ની તૈયારિઓ, શુષોભનની તૈયારીઓ, કાર્યાલયની સાફ સફાઇ વગેરે અનેક કામો ખુબજ ભાવથી અને શ્રદ્ધાપુર્વક કરી રહ્યા છે. તેમા લલીતભાઇ ગોહેલ, ધર્મેશભાઇ ગોહેલ, મૌલીકભાઇ દાવડા, જયદીપભાઇ વિસપરા, કુલદીપભાઇ બારોટ, રવીંદ્રભાઇ બડગુજર, ધ્‍વનીતભાઇ સરવૈયા, ડો. રવી પાટડીયા, અલ્‍પેશભાઇ નાંઢા, વિપુલભાઇ પંડ્‍યા, પારસભાઇ શાહ, સંદીપભાઇ આસોદરીયા, યોગેશભાઇ ચોટલીયા, નવીનભાઇ વાઘેલા, હિરેનભાઇ વ્‍યાસ, અલ્‍પેશભાઇ મોરડીયા, મૌલીકભાઇ ધોડકીયા, હિનેશભાઇ મકવાણા, દર્શીલભાઇ જોષી, યોગીભાઇ ત્રીવેદિ, યોગેશભાઇ પિઠવા, દેવાંગભાઇ બામ્‍બા, બિજરાજ રાઠોડ, મનસુખ રાઠોડ વગેરે અનેક કાર્યકર્તા ઓ સંગઠન અને ધાર્મીકતાના ભાવ સાથે શોભાયાત્રાની તૈયારીઓ કરી રહ્યા છે.

આગામી દિવસોમા સર્વે મંડળોની બેઠક, તાવા પ્રસાદનુ આયોજન, ગત વર્ષના લતા સુષોભન અને ફ્‌લોટ સુશોભના ના વિજેતાઓને ઇનામ વિતરણ, ગોપી કિશન સ્‍પર્ધા, ડાયરો વગેરે જેવા તમામ આયોજનો ની ઘોષણા કરવામા આવશે તેમ સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયાએ જણાવ્‍યુ હતુ. આ વર્ષની જન્‍માષ્ટમી મહોત્‍સવની થીમ ની પણ જાહેરાત ટુંક સમયમાજ  કરવામા આવશે તેમ સહ ઇનચાર્જ દિપકભાઇ ગમઢાએ જણાવ્‍યુ હતુ.

(3:20 PM IST)