<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

આજી જીઆઇડીસીમાં કારખાનામાં વિકરાળ આગઃ મોટુ નુકસાન

 

રાજકોટઃ શહેરમાં આગની ઘટનાનો વધુ એક બનાવ સામે આવ્‍યો છે. આજી જીઆઇડીસી રોડ પર કયુપી કોર્નર નજીક આવેલ કલોજીક એન્‍ટરપ્રાઇઝ નામના એલ્‍યુમીનીયમ જોબ વર્કના કારખાનાાં આગ ભભુકી ઉઠી હતી.  જાણ થતા બેડીપરા અને નાગરીક બેંક ચોક ફાયર સ્‍ટેશનથી બે ફાયર ફાઇટર સાથે ફાયર બ્રિગેડના સ્‍ટાફે ઘટના સ્‍થળ પહોંચી આગને પાણીનો મારો ચલાવી બુજાવી નાખી હતી. આગમાં આશરે ૩ લાખનું નુકશાન થયુ હતું. જયારે ૩ર લાખનો તૈયાર માલ બચાવી લેવાયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

(3:01 PM IST)