<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

પુષ્કરધામ રોડ પર રેઢી પડેલી કારમાંથી ૧ લાખનો દારૂ કબ્જે

ક્રાઇમ બ્રાંચની ટીમના ત્રણ સ્થળે દરોડા : કણકોટમાંથી ચંદારામ જાંગુ દારૂની ર૪૦ બોટલ સાથે અને લક્ષ્મીના ઢોરે જીજ્ઞેશ ઉર્ફે જતીન પરમાર ૬૮ બોટલ સાથે ઝડપાયા

રાજકોટ, તા., ૧૮ : રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમોએ પુષ્કરધામ રોડ પર દરોડો પાડી રેઢી પડેલી કારમાંથી રૂ.૧.૦૭ લાખનો દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે. જયારે કણકોટમાંથી દારૂ ર૪૦ બોટલ સાથે અને લક્ષ્મીના ઢોરે ૬૮ બોટલ સાથે બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

પુષ્કરધામ મેઇન રોડ પર કલરવ એપાર્ટમેન્ટની પાછળથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી.રાવલીયા, એએસઆઇ સમીરભાઇ શેખ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ સબાડ, કોન્સ્ટેબલ મનીષભાઇ ચાવડા સહિતના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી બલેનો કારમાંથી રૂ. ૧,૦૭,પર૦ની કિંમતના ૬૭ર દારૂના ચપલા અને કાર સહિત કુલ રૂ. પ,૦૭,પર૦નો મુદામાલ કબ્જે કરી ભાગી ગયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

બીજા દરોડામાં કણકોટ ગામે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા મુળ રાજસ્થાનના ચંદારામ કુસારામ જાંગુ (ઉ.વ.ર૯)ના મકાનમાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી.ડોડીયા, હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, ધારાભાઇ વાતરીયા સહિતના સ્ટાફે દરોડો પાડી તેને રૂ. ૩૦ હજારની કિંમતની દારૂની ર૪૦ બોટલ અને ફોન સહિત કુલ રૂ. ૩પ હજારના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછમાં નિલેશ શૈલેષભાઇ સરસીયા (રહે. કણકોટ)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ત્રીજા દરોડામાં કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરે પાણીના ટાંકા પાસે રહેતા જીજ્ઞેશ ઉર્ફે જતીન હિરાભાઇ પરમાર (ઉ.વ.ર૭)ની અોરડીમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ યશવંતભાઇ ભગત અને કોન્સ્ટેબલ અરવિંદભાઇ ફતેપરા સહિતના સ્ટાફે રૂ. ૧ર,ર૪૦ની કિંમતની દારૂની બોટલ સાથે તેને ઝડપી લીધો હતો.

(3:00 PM IST)