તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ભવનાથ વિસ્તારના ખોડિયાર પ્રોવિઝન સ્ટોરમાંથી ૧૬ લિટર એકસપાયર કોલ્ડડ્રિંકસનો જથ્થો ઝડપાયોઃ નાશ
મનપાની ફૂડ શાખા દ્વારા ખાદ્યચીજોના વેપારીને ત્યાં કડક ચેકીંગ : પેડક રોડના મયુર રેસ્ટોરન્ટ, ભગવતીપરાના ભગવતી ફરસાણ અને ચામુંડા ફરસાણમાંથી ખુલ્લુ ફરસાણ, જાંબુ વાસી લોટ સહિત કુલ ૫૩ કિલો અખાદ્યચીજોનો નાશઃ ૬૫૦૦નો દંડ ફરાળી પેટીસ તથા ફરાળી લોટના નમૂના લેવાયા

રાજકોટ, તા. ૧૮ : શ્રાવણ માસ દરમિયાન ફરાળી ખાદ્યચીજોનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય, રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ફરાળી પેટીસ, ફરાળી લોટ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતા એકમો સામે વ્યાપક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૩૭ પેઢીઓની તપાસ કરી અંદાજે ૫૩ કિલો અખાદ્ય અને વાસી ખાદ્યજથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
શ્રાવણ માસમાં ઉપવાસ-ફરાળ માટે વપરાતી ખાદ્યચીજોની માંગ વધતી હોવાથી નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા ખાસ સર્વેલન્સ ચેકિંગ હાથ ધરાયું હતું. ફરાળી પેટીસ સહિતની ખાદ્યચીજોમાં યોગ્ય સ્ટાર્ચ-ફરાળી સામગ્રી તથા ફરાળી રો-મટિરિયલનો જ ઉપયોગ થાય છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન સ્ટોરેજ, લાઇસન્સ અને હાઇજેનિક કન્ડિશન સહિતની ખામીઓ બદલ કુલ ૫ પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. વિવિધ એકમો પાસેથી રૂ.૬,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જ્લ્લ્ એક્ટ હેઠળ ફરાળી પેટીસ અને ફરાળી લોટના કુલ ૧૨ નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પ૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ
મયુર રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ પાસે, પેડક રોડ ખાતે તપાસ દરમિયાન ૧૨ કિલો વાસી ખોરાકનો નાશ કરી રૂ.૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શ્રીરામ ડેરી ફાર્મ, ગોવિંદ બાગ માર્કેટ રોડ ખાતેથી ફરાળી પેટીસ અને ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા હતા. મયુર ફરસાણ, આશ્રમ રોડ, કુવાડવા રોડ ખાતેથી ૫ કિલો છાપેલી પસ્તીનો નાશ કરી રૂ.૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો તેમજ ફરાળી લોટનો નમૂનો લેવામાં આવ્યો હતો. શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ, ડી-માર્ટ, ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ ખાતેથી ફરાળી પેટીસનો નમૂનો લેવામાં આવ્યો હતો.
ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભવનાથ-૨, શેરી નં.૧૩ ખાતે એક્સપાયરી ડેટ વીતી ગયેલા કુલ ૧૬ લિટર કોલ્ડ ડ્રિંક્સનો નાશ કરી રૂ.૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ, ભગવતીપરા પોલીસ ચોકી પાસે વાસી લોટ, ગુલાબજાંબુ તથા પસ્તી સહિત કુલ ૧૨ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
ચામુંડા ફરસાણ, ભગવતીપરા-૧૧ કોર્નર ખાતે વાસી ખુલ્લું ફરસાણ તથા પસ્તી મળી કુલ ૮ કિલો જથ્થાનો નાશ કરી રૂ.૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
નમૂના લેવાયા
કળષ્ણનગર મેઇન રોડ, જય સીતારામ ડેરી ફાર્મ, ગુરુપ્રસાદ ચોક પાસે, મહાદેવ ફરાળી પેટીસ, કળષ્ણનગર મેઇન રોડ, દ્વારકાધીશ સિઝન સ્ટોર, ગરબી ચોક, માલવિયા નગર પાસે તથા ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, ગુરુપ્રસાદ ચોક ખાતેથી ફરાળી પેટીસના તથા ખટ્ટુસ ફાસ્ટ ફૂડ, કળષ્ણનગર મેઇન રોડ અને ઋતુરાજ ફાસ્ટ ફૂડ, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ખાતેથી ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે મયુર ભજીયા, પેડક રોડ ખાતેથી પણ ફરાળી લોટનો નમૂનો લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત એ-વન સ્પેશિયલ એગ તથા ઇલેવન એગ, ઓડિટોરિયમ પાસે, પેડક રોડ ખાતે હાઇજીન અને યોગ્ય લેબલિંગ બાબતે નોટિસ આપી બંને એકમો પાસેથી રૂ.૧,૦૦૦-૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
(2:37 PM IST)










