તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
પ્રશાંત ચોકસી ટ્રસ્ટ દ્વારા ૨૩મીએ માનસીક રોગ, નશામુક્તિ અને નાડી વૈદ્યનો મેડિકલ કેમ્પ

રાજકોટઃ પ્રશાંત ચોક્સી મેમોરીયલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા માનસીક રોગ, નશામુક્તિ તથા નાડીવૈદ્યનો મેડીકલ કેમ્પ તા.૨૩ને રવિવાર સવારે ૯ વાગ્યાથી સોની જ્ઞાતિની વાડી, વિભાગઃ૨, ખીજડા શેરી, કોઠારીયા નાકા, સોની બજાર રાજકોટ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પમાં સાઈકિયાટ્રી ડો.સાક્ષી ઉંડવિયા દ્વારા ડિપ્રેશન, ઉંઘની સમસ્યા, માથાનો દુઃખાવો, આધાશિશિ, બાળકોનું માનસિક સ્વાસ્થ્ય, ઉન્માન રોગ, તથા નશામુક્તિની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. જે માટે (મો.૯૪૨૯૯ ૦૯૮૩૯) ઉપર અગાઉ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ ઉપરાંત ફક્ત નસ પકડીને, દુઃખાવાની સારવાર કરતાં, દેલમાલવાળા નટુભાઈ પ્રજાપતીનો કેમ્પ રાખવામાં આવેલ છે.તેમના માટે અગાઉ રજીસ્ટ્રેશન કરવાનું નથી. સ્થળ ઉપર જ તેમની કેસ ફી ના રૂ.૨૦૦ ભરી. બતાવવાનું રહેશે. નિઃસંતાન દર્દીઓ માટે પણ માર્ગદર્શન અને સારવાર થશે. તેમ યાદી જણાવે છે.
આ સેવાકાર્યને સફળ બનાવવા રાજુભાઇ ઉંડવીયા, ધર્મેશભાઈ જોગીયા, કમલેશભાઈ રાણપરા, એડવો. ભાવેશભાઈ, શુભમ્ પારેખ, ઘનશ્યામ ચોક્સી, હિતેષભાઈ બી.ચોક્સી, મનોજ સોની જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:32 PM IST)










