તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
જેના વાહનોમાં નંબર પ્લેટ નહિ હોય તેને ઇંધણ નહિ મળેઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરાનામુ
પેટ્રોલ પંપો, સીએનજી પંપો ખાતે મોટા બોર્ડ લગાવવા પડશેઃ સીસીટીવી કેમેરા ચાલુ રાખી આવતા-જતાં વાહનોના રેકોર્ડ રાખવા પડશેઃ માથાકુટ કરનારા વાહનચાલકોની પોલીસને જાણ કરવી

રાજકોટ તા. ૧૮: રાજકોટ શહેરમાં ઈ-ચલાા ટ્રાફિક સિસ્ટમથી બચવા કે અન્ય ગુનાહિત પ્રવળત્તિઓ આચરવા માટે વાહનોની નંબર પ્લેટ કાઢી નાખનારા અથવા અસ્પષ્ટ રાખનારા વાહનચાલકો સામે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ જાહેર સુરક્ષા સુનિヘતિ કરવા માટે શહેરમા ‘નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં'નો નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ પેટ્રોલ પંપ ખાતે તેમજ સીએનજી ખાતે જો વાહનમાં નંબર પ્લેટ નથી તો ઇંધણ નહિ મળે તેવા સ્પષ્ટ અક્ષરોમાં વંચાય તે રીતના બોર્ડમુકવાના રહેશે. કોઈપણ દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર-વ્હીલર વાહનોને રાજકોટ શહેરના પેટ્રોલ પંપ, ડીઝલ સ્ટેશન કે સીએનજી સ્ટેશન પર ઈંધણ આપવામાં આવશે નહીં.
વાહનની નંબર પ્લેટ વાળેલી, તૂટેલી, ઘસાયેલી, માટી-કીચડથી અસ્ષ્ટ થયેલી, અક્ષરોના કદ-રંગમાં ફેરફાર કરેલી હશે તો પણ પેટ્રોલ/ડીઝલ/સીએનજી મળશે નહીં.
માન્ય કામચલાઉ (ટેમ્પરરી) રજિસ્ટ્રેશન ધરાવતા નવા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાના વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના માલિકોએ -વેશદ્વાર તથા ડિસ્પેન્સિંગ યુનિટ પાસે ઓછામાં ઓછા ૪×૩ ફૂટ માપના મોટા અક્ષરોમાં પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં લખેલા બોર્ડ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લગાવવાના રહેશે.
પંપ સંચાલકોએ પ્રવેશ તથા બહાર નીકળવાના ગેટ પર તમામ વાહનોની નંબર પ્લેટ અને ચાલકનો ચહેરો સ્પષ્ટ કેપ્ચર થાય તેવા સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે અને ફુટેજ ૩૦ દિવસ સુધી સાચવી રાખવાના રહેશે. જો કોઈ વાહનચાલક નિયમનો ભંગ કરી બળજબરી કે માથાકૂટ કરે, તો પંપ સંચાલકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. નિયમનો ભંગ કરનાર વાહન માલિક, ચાલક કે પેટ્રોલ પંપના સંચાલક/કર્મચારી વિરૂધ્ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું છે.
(2:30 PM IST)










