<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

૧૫ દિવસમાં ખોવાયેલા ૪.૭૮ લાખના મોબાઇલ મુળ માલિકોને પરત કરાયા

તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીસીબી પોલીસ સ્‍ટેશનના ભુપતભાઇ દેસાઇ, નગ્‍માબેન સુમરાની ઉચ્‍ચ અધિકારીઓની રાહબરીમાં કામગીરી

રાજકોટ તા. ૧૮: તેરા તુજકો અર્પણ ઝુંબેશ અંતર્ગત ડીસીબીની ટીમે ચોરાયેલ, ખોવાયેલા રૂા. ૪.૭૮ લાખના ૩૦ મોબાઇલ ફોન શોધીને મુળ માલિકોને પરત કર્યા છે. આ ફોન પહેલી ઓગષ્‍ટથી લઇ પંદરમી ઓગષ્‍ટ સુધીમાં ખોવાયા, ચોરાયા હતા. શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્‍ટેશન દ્વારા ગુમ કે ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ ભરત.બી. બસીયાની અધ્‍યક્ષતામાં અને પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સીઇઆઇઆર પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફોન ટ્રેસ કર્યા હતા.  કુલ રૂપિયા ૪,૭૮,૦૦૦ ની કિંમતના ૩૦ મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્‍યા હતા. આ તમામ રિકવર કરાયેલા મોબાઈલ પીઆઇ એ.એસ. ચાવડા, પી.આઈ. એમ.એલ. ડામોર અને પી.આઈ. સી.એચ. જાદવના હસ્‍તે મુળ માલિકોને પરત સોંપવામાં આવ્‍યા હતા. આ કામગીરી એએસઆઇ  ભુપતભાઈ કે. દેસાઈ અને પો.કોન્‍સ. નગ્‍માબેન એમ. સુમરાએ કરી હતી

(3:39 PM IST)