તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
આજી વસાહતમાંથી પ૮ હજારના દારૂના જથ્થા સાથે પ્રફુલ ઉર્ફે દેવરાજ પકડાયો
ક્રાઇમ બ્રાંચનો દરોડા, દારૂ સહિત રૂા. ૬૩ હજારનો મુદામાલ કબ્જેઃ માડાડુંગરના મહેશ સાપરાનું નામ ખુલ્યુ

રાજકોટ તા. ૧૮ :.. આજી વસાહતમાં ખોડીયારનગર વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચે માડાડુંગર વિસ્તારમાં રહેતા આરોપીને રૂા. પ૮ હજારના દારૂના જથ્થા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછપરછમાં એકનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરાઇ છે.
આજી વસાહતમાં ખોડીયાનગર શેરી નં. ૩૦ ના ખુણેથી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ પ્રફુલ ઉર્ફે દેવરાજ જયસુખભાઇ મકવાણા, (ઉ.વ.૩ર રહે. પીઠડાઆઇ સોસાયટી શેરી નં. ૧, માડાડુંગર, આજી ડેમ ચોકડી, પાસાને પકડી તલાસી લેતા તેની પાસેથી રૂા. પ૮,૩ર૦ ની કિંમતની દારૂની ૪૩ર બોટલ મળી આવતા પોલીસે દારૂ અને ફોન સહિત કુલ રૂા. ૬૩,૩ર૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં દારૂ આપનાર મહેશ સાપરા (રહે. માડાડુંગર)નું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ કામગીરી પી.આઇ. એ. એસ. આઇ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અભીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, પ્રદીપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાહુલભાઇ ગોહેલ અને કોન્સ્ટેબલ રાજેશભાઇ પટેલે કરી હતી.
(2:28 PM IST)










