<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

માધાપર ચોકડી પાસે ૨૪૦ લીટર દેશી દારૂ સાથે ઠાકરશી અને વિજય પકડાયા

ક્રાઇમબ્રાંચના જયદેવસિંહ પરમાર, અર્જૂનભાઇ ડવ અને ગોપાલભાઇ પાટીલના બાતમીના આધારે દરોડો પડયો

રાજકોટ, તા.૧૮: માધાપર ચોકડી પાસે બ્રીજનીચેથી ક્રાઇમબ્રાંચ એકટીવામાં ૨૪૦ લીટર દેશીદારૂ લઇને નિકળેલા બે આરોપી ઓને ઝડપી લઇ ૮૮ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

માધાપર ચોકડી પાસે ઇન્‍ડીયન પેટ્રોલપંપ સામે બ્રીજ નીચેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એકટીવામાં રૂા. ૪૮ હજારની કિંમતનો ૨૪૦ લીટર દેશી દારૂ લઇને નીકળેલા ઠાકરથી પરસોતમભાઇ ભોજવીયા (રહે ઉમીયાધામ મામા સાહેબના ખીજડાની સામે, જામનગર રોડ) અને વિજય જીવરાજભાઇ પરેસા (રહે. લાલપુર ગામ શેરી નં. ૨, ના ધ્રોલ, હાલ રાજકોટને ઝડપી લઇ દારૂ અને એકટીવા મળી કુલ રૂા. ૮૮ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પી.આઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોદ રાહબારીમાં હેડ કોન્‍સ્‍ટેબલ જયદેવસિંહ પરમાર, કૃષ્‍ણાદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સંબાડ, અર્જૂનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહીલ, અનુજભાઇ ડાંગર, કોન્‍સ્‍ટેબલ ગોપાલભાઇ પાટીલ અને મયુરધ્‍વજસિંહ જાડેજાએ કરી હતી.

(2:28 PM IST)