<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

દલિતો-અનુસુચિત જાતિના નાગરિકો સામે પ્રવર્તતા જાતિવાદ તથા અન્‍ય અમાનવિય પ્રથાઓ સામે કડક કાર્યવાહી કરો

રાષ્‍ટ્રપતિજીને સંબોધી કલેકટરને આવેદનઃ શહેર કોંગ્રેસના એસ.સી. શાખા દ્વારા રજૂઆતો..

રાજકોટ, તા.૧૭: શહેર કોંગ્રેસના એસ.સી. ડીપાર્ટમેન્‍ટ રાષ્‍ટ્રપતિજીને સંબોધી  કલેકટરને આવેદન પાઠવી  દલિતો અને અનુસૂચિત જાતિના નાગરિકો સામે પ્રર્વર્તત જાતિવાદ, અસ્‍પૃશ્‍યતા તથા ‘શુધ્‍ધિકરણ' જેવી અમાનવીય પ્રથાઓ સામે કડક કાર્યવાહી અને સામાજિક સુધારા બાબતે માંગણી કરી હતી.  આવેદનમાં જણાવેલ કે ભારતનું સંવિધાન અસ્‍પળશ્‍યતાને દંડનીય અપરાધ માને છે અને તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપે છે. તેમ છતાં, દલિતો અને અનુસૂચિત જાતિના લોકો સામે જાતિ આધારિત ભેદભાવ, સામાજિક બહિષ્‍કાર અને વ્‍યવહારિક અસ્‍પૃશ્‍યતાના કિસ્‍સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. જે અત્‍યંત ચિંતાજનક છે.

કેટલાક પારંપરિક ગ્રંથોમાં, શૂદ્રો અને વંચિત વર્ગો માટે કઠોર વિનિયમો જોવા મળે છે. આધુનિક લોકશાહી અને બંધારણીય મૂલ્‍યોના યુગમાં આવા વિચારોને વ્‍યવહારમાં લાગુ કરવા તે અસંવૈધાનિક અને અમાનવીય છે. વર્તમાન સમયમાં પણ આ માનસિકતાના દર્શન થાય છેઃ તાજેતરમાં સંવિધાનિક પદ પર રહેલા વરિષ્ઠ નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેના રેલી સ્‍થળે ‘‘શુદ્ધિકરણ'' ના નામે હવન કરવાનો બનાવ અને ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના સંદર્ભમાં સામે આવેલા સામાજિક વિવાદો આ વાતની સાક્ષી પૂરે છે. આવા કળત્‍યો માત્ર સંબંધિત વ્‍યક્‍તિ કે સમુદાયનું અપમાન નથી કરતા, પરંતુ બંધારણની મૂળ ભાવના અને રાષ્‍ટ્રીય એકતા પર પણ સીધો પ્રહાર કરે છે.

આવેદનમાં વધૂમાં ઉમેર્યુ હતું કે, ૧) શ્રી ખડગેના કેસ સહિત જાતિવાદ, અસ્‍પળશ્‍યતા અને ‘‘શુદ્ધિકરણ '' ના તમામ બનાવોની ત્‍વરિત અને નિષ્‍પક્ષ તપાસ કરીને કસૂરવારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.-૨. મંદિરો અને અન્‍ય જાહેર સ્‍થળોએ જાતિના આધારે થતા ભેદભાવ અને પ્રવેશબંધી સામે અસ્‍પળશ્‍યતા વિરોધી કાયદાનો સખતાઈથી અમલ સુનિヘતિ થાય. ૩. શિક્ષણ અને સાર્વજનિક માધ્‍યમો દ્વારા સમાનતા, બંધુત્‍વ અને માનવતાના સંદેશને પ્રોત્‍સાહન આપવામાં આવે. 

આવેદનમાં રમેશભાઇડૈયા, નરેશ સાગઠીયા, અશોકવાળા, અરવિંદ મૂછડીયા, કિશોર મકવાણા, શાંતાબેન મકવાણા વિગેરે જોડાયા હતા.

(3:27 PM IST)