<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ઈન્‍ફીનીટી લેડીઝ ક્‍લબ રાજકોટ અને પેસીફીક જ્‍વેલર્સ દ્વારા કુકિંગ સ્‍પર્ધાનું આયોજન

રાજકોટઃ ઈન્‍ફીનીટી લેડીઝ ક્‍લબ દ્વારા પેસીફીક જ્‍વેલર્સના સહયોગથી ઓપન રાજકોટ કુકીંગ કોમ્‍પીટીશનનું આયોજન તા.૨૨ શનિવારના રોજ બપોરે ૩ વાગ્‍યાથી હોટલ નોવા, ગીરનાર સિનેમા પાસે ફૂલછાબ ચોક ખાતે કરવામાં આવેલ છે. જેમાં બે કેટેગરી (૧) સ્‍ટાટર (૨) મીઠાઈ (પણ લીકવીડ નહી) રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. આ સ્‍પર્ધામાં ભાગ લેવા ભાટે ઈચ્‍છુક મહિલાઓ બંનેમાંથી કોઈ એક અથવા બંનેમાં ભાગ લઈ શકે છે. આ બંને ડીશ ઘરેથી તૈયાર કરી લઇ આવવાની રહેશે. તેમજ સ્‍થળ ઉપર ૧૦ મિનીટનું પ્રેઝન્‍ટેશન આપવામાં આવશે. આ સ્‍પર્ધામાં એક કેટેગરીની ફી રૂ.૨૦૦ રાખવામાં આવેલ છે જે મહિલાઓને કુકિંગમાં ભાગ નથી લેવો એમના માટે પણ ખાસ ૧ મીનીટ પાણીપુરી ખાવાની સ્‍પર્ધા અને ગેમનું આયોજન પણ રાખવામાં આવ્‍યું જેની ફી પણ રૂ.૨૦૦ રાખવામાં આવેલ છે. આ સ્‍પર્ધામાં નામ નોંધાવાની છેલ્લી તા.૨૦ છે. આપ નામ નોંધવા તેમજ વધુ માહિતી માટે હિર રાણપરા (મો.૯૦૩૩૩ ૩૩૦૦૮), રચના રૂપારેલ (મો.૮૯૮૦૬ ૬૯૯૫૭) નો સંપર્ક કરવા જણાવાયું છે. સ્‍પેસિફીક જ્‍વેલર્સનો સહયોગ મળેલ છે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ મહિલાઓને ધનુષ ટેટુ તરફથી ટેમ્‍પરરી ફ્રી ટેટુ તેમજ ભગવતી ગ્રુપ દ્વારા ચણાનો લોટ પેકેટ અને મસાલો નેન્‍સી ગૃહ ઉદ્યોગ તરફથી પાપડ, અથાણું, હિંગ સહિતની વસ્‍તુઓનસ કીટ આપવામાં આવશે. આ સિવાય અન્‍ય ઈનામો પણ અપાશે તેમ ઈન્‍ફીનીટી લેડીઝ ક્‍લબના આયોજકો રચના રૂપારેલ, હીર રાણપરા, નીખી લાખાણી, દિવ્‍યા દત્તાણીએ મુલાકાત લઈ યાદીમાં જણાવ્‍યું હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:37 PM IST)