તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
રાજયભરમાં સસ્તા અનાજની દુકાનો ઉપર સર્વર ઠપ્પ થતા હજારો લોકોને પૂરવઠો ન મળ્યોઃ ભારે દેકારો
દુકાનો ઉપર પુરતો જથ્થો પણ ૧૧ વાગ્યાથી સર્વર ડાઉનઃ DSO, કલેકટરને ફરિયાદો...

રાજકોટ, તા.૧૭: રાજ્યભરમાં મુખ્ય તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આજે ભારે ધક્કા થયા હતા. સમગ્ર ગુજરાતમાં સરકારી સસ્તા અનાજની દુકાનો પર અચાનક સર્વર ઠપ્પ થઈ જતાં રેશનિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. ઝોન કચેરીમાં પણ આજ સ્થિતિ હતી. તહેવાર પૂર્વે રાશન મેળવવા માટે વહેલી સવારથી દુકાનો બહાર લાઈનમાં ઊભેલા ગરીબ અને શ્રમિક પરિવારના લોકોને કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.
દુકાનો પર લગાવેલા ઈ-પોશ મશીનોમાં સર્વર ડાઉન હોવાના કારણે ગ્રાહકોના અંગૂઠાના નિશાન (બાયોમેટ્રિક) વેરિફાય થઈ રહ્યા નથી.રોજનું કમાઈને રોજ ખાનારા મજૂર વર્ગના લોકો કામધંધો છોડીને લાઈનમાં ઊભા રહે છે, છતાં અનાજ મળતું નથી.રાશન દુકાનદારોનું કહેવું છે કે ટેકનિકલ ખામી અને મુખ્ય સર્વરમાં ઓવરલોડ હોવાને કારણે મશીન કનેક્ટ થતા નથી, જેના લીધે તેઓ પણ લાચાર બન્યા છે.
સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં ગરીબ પરિવારો સરકારી રાશનના ઘઉં, ચોખા, ખાંડ અને તેલ પર વધુ નિર્ભર હોય છે. આવા સમયે જ ડિજિટલ સિસ્ટમ ખોરવાઈ જતાં વહીવટીતંત્રની પ્રી-પ્લાનિંગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે કાં તો સર્વરની સમસ્યા તુરંત ઉકેલવામાં આવે અથવા ઓનલાઈન સર્વર શરૂ ન થાય ત્યાં સુધી ઓફલાઈન રજિસ્ટર પદ્ધતિથી અનાજ આપવાની કામચલાઉ વ્યવસ્થા શરૂ કરવામાં આવે.
દૂકાનદારોએ ઉમેર્યુ હતું કે આજથી તમામ દૂકાનો ઉપરથી બીપીએલ, ફલ્જ્ખ્, અને અત્યોંદય કાર્ડ હોલ્ડોરોને પૂરવઠાનું વિતરણ શરૂ કરવાનું હતું, સવારે ૧૧ વાગ્યાથી સર્વર ઠપ્પ થતા હજારો લોકો અનાજ, ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠા, વગર પરત ફર્યા હતા, ભારે દેકારો મચી ગયો હતો, બપોરે ૨ાા વાગ્યા સૂધી સ્થિતિ સૂધરી ન હતી, રાજકોટના ઝલ્બ્, અને કલેકટરને પણ ફરિયાદો થઇ છે.
(2:24 PM IST)










