તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
રાજકોટ મધ્યસ્થ જેલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી
જેલ અધિક્ષક વી.પી. ગોહિલની ઉપસ્થિતિમાં આયોજનઃ બંદીવાનોએ મનોરંજક, સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા

રાજકોટઃ મધ્યસ્થ જેલ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ ૮૦માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અધીક્ષક વી. પી. ગોહિલના નેતળત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદીવાન ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જેલ ખાતે પોતાની ફરજ પ્રમાણિકતા અને નિષ્ઠાપુર્વક બજાવતા કર્મચારીઓને તેમની ઉત્કળષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે જેલ અધીક્ષકશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાન ભાઈ-બહેનોને સંબોધિત કરીને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓ દ્વારા મનોરંજક અને પ્રરણાદાયી સાંસ્કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતોનું ગાયન, દેશભક્તિના ગીતો પર નળત્ય તેમજ લોકગીતોની -સ્તુતિ સમાવિષ્ટ હતી. કાર્યક્રમના અંતે દેશને આઝાદી અપાવનાર અમર સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ કરી સમગ્ર આયોજનની શાંતિપૂર્ણ ર્પુણાહુતિ કરવામાં આવી હતી.
(2:12 PM IST)










