<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કાલે મનપા દ્વારા અટલસરોવર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સવારે ૯ વાગ્યે ધ્વજવંદનઃ મેયર નેહલ શુકલ રાષ્ટ્ર ધ્વજને સલામી આપશે

રાજકોટ, તા.૧૪: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૧૫  શનિવારના રોજ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 'અટલ સરોવર', અટલ સ્માર્ટ સિટી વિસ્તાર, નવો ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ સવારે ૦૯:૦૦ કલાકે રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન અને સલામી અર્પણ કરવા માટે સમારોહ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સમારોહમાં મેયરશ્રી ડો.નેહલ શુકલ રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન – સલામી અર્પણ કરશે.

ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ સંયુકત યાદીમાં જણાવ્યું છહતું.

આ રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રધ્વજ ધ્વજવંદન – સલામી અર્પણ કરશે ત્યારબાદ ઉપસ્થિત સૌ 'રાષ્ટ્રગીત' અને રાષ્ટ્રગાન' કરશે. ત્યારબાદ  મેયર ડો. નેહલ શુકલ પ્રાસંગિક ઉદબોધન કરશે. ત્યારબાદ સફાઇ કામગીરી કરનાર શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઇ કામદારોનું સન્માન, શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા વર્કરોનું સન્માન તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કરોનું સન્માન કરવામાં આવશે.

આ ઉપરાંત ફાયર એન્ડ ઇમરજન્સી શાખાના જવાનો દ્વારા અટલ સરોવરમાં ડૂબતાં વ્યકિતને તેમજ એક હાઈરાઇઝડ ઇમારતમાં આગના બનાવમાં બચાવ કામગીરી અંગેનું રેસ્ક્યૂ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે.

(3:46 PM IST)