<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

શહેરમાં ફરાળી ખાદ્યચીજોના સ્થળે ફુડ શાખાનું ચેકિંગઃ૧૨ કિલો પેટીસ અને ચીપ્સનો નાશ

મનપા દ્વારા વિવિધ વિસ્તારોના ૭૭ ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસઃ ૮ને નોટીસ : ઘી- પનીરના ૪ નમુના લેવાયાઃ કોઠારીયા- લક્ષ્મીનગર, યુનીવર્સીટી રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી કુલ ૯૮ કિલો અખાદ્ય ખોરાક પકડાયોઃ ફુડ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા., ૧૪: શહેરમાં શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ  ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૭ પેઢીની તપાસ કરવામાં આવેલ. આ  કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત ૯૮  કિલો અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ૦૮ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૃ.૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એકટ હેઠળ ૦૪ નમૂના લેવામાં આવેલ.

જેમા લાલા રઘુવંશી ફરાળી પેટીસૅં કોઠારીયા રોડ, ન્યારા પેટ્રોલ પંપ પાસે. માનવ ધર્મ આશ્રમ સામેથી ૩ કિલો લોટ નાશ., ૩ કિલો ફરાળી ચિપ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

જય જલારામ ફરાળી પેટીસૅં માનવ ધર્મ આશ્રમ પાસે, કોઠારીયા રોડ ૪ કિલો પેટીસ તથા  ૨ કિલો લોટનો નાશ કરેલ.          જય રામનાથ પેટીસ, ચિપ્સ લક્ષ્મીવાડી મેઈન રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તથા ૨ કિલો  પેટીસ તથા ૧ કલો લોટનો નાશ કરેલ.

જયારે પેશુંમલ ચેલરામ એન્ડ કંપની પરાબજાર દાણાપીઠ,  પેઢીમાંથી ૨ સેમ્પલ લેવામાં આવેલ. (૧)વાસ્તુ બ્રાન્ડ એગમાર્ક ગાયનું ઘી (૫૦૦ ml pkd) (૨) સુકુન બ્રાન્ડ ગાયનું ઘી (૫૦૦ ml pkd)

    શ્રી ખોડીયાર ડેરી ફાર્મૅં યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક પાસે, રાજકોટ. પેઢીમાંથી ૨ સેમ્પલ લેવામાં આવેલ. (૧)પનીર (લુઝ) (૨)શુદ્ધ ઘી (લુઝ)

    T -૧ મદ્રાસ કાફે ગોડાઉનૅં શ્રીરંગ સોસાયટી, સ્પીડવેલ ચોકના નાલા પાસે, ૨૫  કિલો વાસી/અખાદ્ય ખોરાક નાશ કરેલ. હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપી રૃ.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    ટાઈની ટેસલ એન્ટરપ્રાઇઝ (બર્ગર સિંઘ)ૅં વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, ૧૫૦ રીંગરોડ, પેઢીમાંથી ૧૮ કિલો એકસપાયરી થયેલ કભી ભી બર્ગર બન નો નાશ કરેલ તેમજ  રૃ.૧૦૦૦/- નો  વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    ટ્રીટ્સ એન્ડ ઇટ્સૅં વેસ્ટ ગેટ, રૈયા ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ,  પેઢીમાંથી  ૧૫ કિલો વાસી ખોરાકનો નાશ કરેલ.

    જય સોમનાથ ફૂડઝોનૅં આકાશવાણી ચોક થી જે.કે ચોક, ભગતસિંહ ગાર્ડન રોડ, યુનિ. રોડ, રાજકોટ પેઢીમાંથી ૨ કિલોેનાલોગ પનીરનો નાશ કરેલ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ.

    શ્રી રાધે ડેરી ફાર્મૅં હરિઘવા રોડ, કોઠારીયા રોડ, પેઢીમાંથી ૨ કિલો એકસપાયરી બેકરી પ્રોડકટસનો નાશ કરેલ.

એન્જલ ચાઈનીઝ પંજાબીૅં આકાશવાણી ચોક થી જે.કે ચોક, ભગતસિંહ ગાર્ડન રોડ, યુનિ. રોડ,પેઢીમાંથી ૮ કિલો પનીરનો નાશ કરેલ તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ.

ઉપરાંત શિવ કાફે : આર.કે પ્રાઇમઃ નાના માવા ચોક પાસે, ૧૫૦ રીંગ રોડ,  પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૃ.૧૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    વિકફૂડ પ્રા.લીૅં હરિઘવા રોડ, પટેલ પાઉંભાજી સામે, કોઠારીયા રોડ, પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ રૃ.૩૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

    વેરાઈ પરોઠા હાઉસઃ આહિર ચોકથી પટેલ ચોક તરફ, ૮૦ ફૂટ રોડ,  પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ.

 દરબાર ડાઇનિંગ હોલઃ આહિર ચોકથી પટેલ ચોક તરફ, ૮૦ ફૂટ રોડ,  પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ.

(3:54 PM IST)