<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

ઓચીંતી ડ્રાઇવમાં છરી સાથે ૧૨, દારૂ પી વાહન હંકારતા ૧૯, દારૂ સાથે ૧૦ પકડાયા

કાયદો વ્‍યવસ્‍થા જાળવી રાખવા શહેરભરમાં પોલીસનું કોમ્‍બીંગ : તમામ પોલીસ સ્‍ટેશનોની ટીમો દ્વારા માર્ગો પર ચેકીંગ હાથ ધરાયું: કુલ ૩૨ને કાયદાનું ભાન કરાવાયું

રાજકોટ તા. ૧૪: શહેર પોલીસમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે અવાર-નવાર ઓચીંતા જ શહેરભરની પોલીસ ડ્રાઇવ યોજીને છરી સાથે નીકળતાં, દારૂ પી વાહન હંકારીને નીકળતાં અને દેશી-વિદેશી દારૂ સાથે નીકળનારા શખ્‍સોને પકડીને કાર્યવાહી કરે છે. ગત રાતે આવી જ એક ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં છરી સાથે ૧૨ શખ્‍સોને, દારૂ પી વાહન હંકારતાં ૧૯ને, દેશી દારૂ સાથે ૭ને અને અંગ્રેજી દારૂ સાથે ૩ને તથા નશો કરી ચાલીને નીકળેલા ૧ને પકડી લીધો હતો. આ ડ્રાઇવમાં કુલ ૩૨ શખ્‍સોને પકડી કાયદાનું ભાન કરાવાયું હતું. જાણવા મળ્‍યા મુજબ રાજમોતી મીલ પાસે રહેતાં રાહુલ ઉર્ફે ઢગો ભૂપતભાઇ પરેસાને ચુનારાવાડ ચોકમાંથી છરી સાથે, ગાંધીગ્રામ ઉન્‍નતી સ્‍કૂલ પાસેથી ઘંટેશ્વર ૨૫ વારીયાના ફારૂક બસીરભાઇ મલેકને, આઇઓસી ટાંકા પાસેથી જામનગર રોડના મોહિત સુરેશભાઇ ડોડીયાને, નાના મવા રોડ માલધારી ચોક પાસેથી નહેરૂનગર-૫ના શીવમ ધર્મેશભાઇ સોલંકી, મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસેથી રોહીદાસપરાના રાજેશ બાવજીભાઇ ચુડાસમાને, શાંતિનગર રોડ પરથી પંચાયત ચોકના ગોરખ ઉદે સાઉદ નેપાળીને, માલીયાસણ બાયપાસ ચોકડીએથી આરટીઓ કચેરી પાસ ેરહેતાં વિક્રમ માધુભાઇ ચૌહાણને, સાત હનુમાન નજીકથી આણંદપર નવાગામના જગદીશ ચોથાભાઇ વાઘાણીને, બારવણ ચોકડીએથી બેડલના જયેશ ઉર્ફે કશીડો જગુભાઇ સોવસીયાને, ગોંડલ ચોકડીએથી વચ્‍છરાજનગરના જય ભરતભાઇ સોલંકીને, આજીડેમ ચોકડીએથી ઉદ્યોગનગર ક્‍વાર્ટરના વૈભવ અશોકભાઇ તાવડેને, પાટીદાર ચોક પાસેથી અંબીકા ટાઉનશીપ નજીકના નરેન્‍દ્રબહાદુર ગોપાલબહાદુર છેત્રીને છરી સાથે પોલીસે પકડી લીધા હતાં.

 જ્‍યારે દારૂ પીધેલી હાલતમાં વાહનો ચલાવી લોકોના જીવ જોખમમાં મુકનારા ૧૩ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પારેવડી ચોકમાંથી લાતી પ્‍લોટના મનિષ નાનાલાલ ભીંડોરાને દારૂ પી રિક્ષા હંકારી નીકળતાં પકડી લેવાયો હતો. તેમજ નવાગામ ઢોળા પાસેથી નાકરાવાડીના વિજય હકાભાઇ જુલાપરાને દારૂ પી બાઇક હંકારતા, નવાગામ રંગીલાના રાહુલ ભાનુભાઇ ધાડવીને દારૂ પી એક્‍ટીવા સાથે, રામ પાર્કના રાજુ વિક્રમભાઇ ખાચરને દારૂ પી રિક્ષા હંકારતા, રેસકોર્ષ શોૈચાલય નજીક ગણેશ પાર્કના યશ પરેશભાઇ ધારૈયાને દારૂ પી કાર હંકારતા, સદર બજારના હુશેન ફીદાઅલી માકડાને જામ ટાવર ચોક પાસે દારૂ પી ટુવ્‍હીલર હંકારતા, છોટુનગરના વિજય અમળતલાલ કછલા દારૂ પી એકટીવા હંકારી મઢી પાસેથી નીકળતાં પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત નાણાવટી ચોક ક્‍વાર્ટરના જીતેન્‍દ્ર રવજીભાઇ નુનીયાતરને દારૂ પી બાઇક હંકારતા છોટુનગર પાસેથી, ચંદન પાર્કના દિનેશ ઉર્ફે સંજય હીમતભાઇ થડેશ્વરને દારૂ પી એકટ્‍ીવા હંકારી રૈયા ચોકડીએથી નીકળતાં, રૈયાધારના સુરેશ મફાભાઇ સંખેશ્વરીયાને દારૂ પી બાઇક હંકારી નીકળતાં, મવડી સુવર્ણ ભુમિ પાસે રહેતાં ચેત બહાદુર જંગ બહાદુર બોહરાને દારૂ પી વિઠ્ઠલ રાદડીયા ચોકમાંથી વાહન પર નીકળતાં, વાવડીના અરવિંદ છગનભાઇ રાઠોડ, નાના મવા રોડના નેપાળી વિબ્‍સ સાદને કોકોનેટ પાર્ટી પ્‍લોટ પાસેથી, મનહર સોસાયટીના કિશન કાળુભાઇ ઉર્ફે કવાભાઇ બોળીયાને ચુનારાવાડ પાસેથી, અમુલ સર્કલ પાસેથી મોટા મહિકાના વિપુલ છગનભાઇ વીરેડીયાને, કોઠારીયા રોડ પરથી ગુલાબનગરના સમરસિંગ સીપાઇસિંગ બીંદને, આજીડેમ ચોકડીએથી રામેશ્વર પાર્કના ગીરધર ગાંડુભાઇ માયાણીને તેમજ રજનીશ ધીરૂભાઇ ભુતને, ચામુંડાનગરના ભાવેશ ગણપતભાઇ મકવાણાને દારૂ પી વાહન હંકારતાં પકડી લીધા હતાં.

 તેમજ દેશી દારૂ સાથે મહિલાઓ સહિત છ પકડાયા હતાં. જેમાં ગોડાઉન રોડ પરથી હીના રૂપસીંગભાઇ ઝરીયાને ૧૨ લીટર દારૂ સાથે, ખોડીયારપરાના પ્રદીપપરી ઉર્ફે સુખો નાગેશપરી ગોસ્‍વામીને કરણસિંહજી રોડ પરથી ૧૨ લિટર દારૂ સાથે, વિજયપ્‍લોટના દેવીસિંગ સંગ્રામસિંગને લોહારને ત્રિકોણ બાગ પાસેથી દેશી દારૂ સાથ, આજી નદી કાંઠેથી સંગીતા વિનુ ગોહલને ચાર લિટર દારૂ સાથે, ખોખડદળ પુલ પાસેથી રવિ લક્ષમણભાઇ દલસાણીયાને પાંચ લિટર દારૂ સાથે, કેકેવી હોલ પાછળની અનિલ હર્ષદ સોલંકીને પંદર લીટર દારૂ સાથ પકડી લેવાયા હતાં. આમ કુલ ૩૨ શખ્‍સો પોલીસની ઝપટે છરી સાથે, દારૂ પી વાહન હંકારતા અને દેશી દારૂ સાથે પકડાયા હતાં.

(2:37 PM IST)