<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કાલે સ્વાતંત્રય પર્વ : વતનપ્રેમ વ્યકત કરવાનો અમુલો અવસર

‘‘હર કરમ અપના કરેંગે ઐ વતન તેરે લીયે... દિલ દિયા હૈ જાન ભી દેંગે ઐ વતન તેરે લીયે...'' ઠેર ઠેર ધ્‍વજવંદન, રેલી અને દેશક્‍તિ સભર સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો : ચોમેર દેશભક્‍તિનો માહોલ છવાયો

રાજકોટ તા. ૧૪ : આવતીકાલે સ્‍વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી થશે. વતનપ્રેમ વ્‍યકત કરવા રાજકોટ દેશભક્‍તિના રંગે રંગાયુ છે. શાળા કોલેજો અને સંસ્‍થાઓ દ્વારા ઠેરઠેર ધ્‍વજ વંદન અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

શિવધારા કલા વૃંદ

શિવધારા કલાવૃંદ દ્વારા તા. ૧૫ ઓગષ્‍ટના સાંજે પ થી ૯ ઇવનીંગ પોસ્‍ટ ખાતે એ મેરે વતન કે લોગો શીર્ષકતળે દેશભક્‍તિ સભર સંગીત સંધ્‍યાનું આયોજન થયુ છે. જેમાં ગાયક કલાકારો ગીતા ગઢવી સાથે રમેશભાઇ ભટ્ટ, અનીલભાઇ ત્રિવેદી, અનવરભાઇ, વિરેન્‍દ્રભાઇ ગરાછ, દીનેશભાઇ શુકલા, લક્ષમણભાઇ પરમાર, અતુલસિંહ રહેવર, અશોકભાઇ નિરજભાઇ આહીર, વિજયભાઇ તથા રીનાબેન રાવલ સહીતના ગાયકો દેશભક્‍તિના ગીતો રજુ કરશે. સંગીત પ્રેમી લોકોએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

નાગરિક સહકારી બેંક

રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા કાલે તા. ૧૫ ઓગષ્‍ટને શનિવારે સવારે ૯ કલાકે સ્‍વાતંત્ર્ય પર્વ અવસરે રાજકોટમાં બેંકની હેડ ઓફીસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, ૧૫૦ ફુટ રીંગરોડ, રૈયા સર્કલ પાસે અને બહારગમની દરેક શાખાઓમાં ધ્‍વજ વંદન યોજાશે. રાજકોટમાં અતિથિ વિશેષ તરીકે સુનિલભાઇ મહેતા (અખિલ ભારતીય બૌધ્‍ધિક પ્રમુખ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ) અને કિશોરભાઇ ખંભાયતા (ચેરમેન યુનેકસ ગ્રુપ) ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં સર્વે બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિના સદસ્‍યો, બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના સદસ્‍યો અને કર્મચારીગણને રાજકોટ ખાતે અથવા બહારગામમાં બેંકની નજીકની શાખામાં ઉપસ્‍થિત રહેવા બેંકના ચેરમેન દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે હાર્દીક અનુરોધ કર્યો છે.

ફુલછાબ ચોકમાં ધ્‍વજ વંદન

શહેરના મુસ્‍લીમ સમાજ દ્વારા  સ્‍વાતંત્રદિનની ઉજવણીરૂપે ધ્‍વજ વંદનનો કાર્યક્રમ કાલે સવારે ૧૦ કલાકે ફૂલછાબ ચોક ખાતે રાખવામાં આવેલ છે. કોમી એકતાના પ્રતિક રાષ્‍ટ્રપ્રેમી પૂર્વ કોર્પોરેટ ૨ મર્હુમ ગનીબાપુ કાળાભાઇ કટારીયાએ ધ્‍વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પરંપરાને હાલ તેમના પુત્રોએ ચાલુ રાખી છે.

હર ઘર તિરંગા

હમ દેશ કેલિયે મર મીટ જાયેંગે,

રહે ના રહે ચાહે જાન અપની,

ઘર ઘર મે દેશપ્રેમ કી જ્‍યોત જલાયેંગે,

રખકે હથેલી પે જાન, દુશ્‍મનો સે લડ જાયેંગે.

તિરંગે કી શાન હમ હરદમ બઢાયેંગે,

રંગ દેંગે અપને લહૂ સે ધરતી કો,

ગાન ભારત માતા કે હી ગાયેંગે.

સ્‍વરચના :

અનસૂયાબેન રામાનંદી

(2:26 PM IST)