<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

જિલ્લા પંચાયતની આરોગ્‍ય સમિતિની બેઠક આજના બદલે કાલે

રાજકોટ, તા. ૧૩: જિલ્લા પંચાયતની આરોગ્‍ય સમિતિની બેઠક આજે સવારે ૧૧:૩૦ વાગ્‍યે યોજવા માટે એજન્‍ડા પ્રસિધ્‍ધ થયેલ પરંતુ આજે તે મોફૂક રાખી આવતીકાલે યોજવા માટેનું નકકી કરવામાં આવ્‍યું છે. સામાન્‍ય રીતે એજન્‍ડા પ્રસિધ્‍ધ થયા મુજબ જ બેઠક મળતી હોય છે પરંતુ આવા અણધાર્યા ફેરફાર અંગે પંચાયત વર્તુળમાં વિભિન્ન મત પ્રવર્તે છે એક-બે અધિકારીઓને ગાંધીનગર જવાનું થતા બેઠક આજના બદલે આવતીકાલે યોજવાનું નકકી થયાનું જાણવા મળે છે.

 

 

(3:40 PM IST)