તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
કારમાં બે લાખના દારૂ સાથે રૈયા ગામનો બીપીન ઝડપાયોઃ ૯.ર૭ લાખનો મુદામાલ કબ્જે
વેજાગામથી વાજડીગઢ જતા રોડ પર યુનિવર્સિટી પીઆઇ કે. કે. ગોહિલની ટીમનો દરોડોઃ મોટી મોલડીના મહેન્દ્ર ઉર્ફે સોમકુ ખાચરનું નામ ખુલ્યુ

રાજકોટ તા. ૧૩ :.. શહેરની ભાગોળે વેજાગામથી વાજડીગઢ તરફ જતા રોડ પરથી બાતમીના આધારે ગાંધીગ્રામ-ર યુનિવર્સિટી પોલીસે કેટા કારમાંથી રૂા. બે લાખના દારૂ સાથે રૈયા ગામના આરોપીને ઝડપી લઇ દારૂ અને કાર સહિત રૂા. ૯.ર૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પુછતાછમાં મોટી મોલડીના શખ્સનું ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ, દારૂ ભરેલી કાળા કલરની કેટા કાર વેજાગામ તરફથી વાજડીગઢ તરફ જવાના રોડ ઉપરથી પસાર થવાની હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ-ર યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી કારને રોકાવી હતી. ચાલકની પુછતાછ કરતા પોતાનું નામ બીપીન રમેશભાઇ સોલંકી (રહે. રૈયા ગામ સ્મશાન પાસે) હોવાનું જણાવ્યું હતું.
યુનિવર્સિટી પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટ ઉપરથી રૂા. ર,૦ર,૮૦૦ ની કિંમતની અંગ્રેજી દારૂની ૧પ૬ બોટલ મળી આવતા દારૂ ઉપરાંત કાર અને ફોન સહિત કુલ રૂા. ૯,ર૭,૮૮૦૦ નો મુદામાલ કબ્જે કરી તેને ઝડપી કાર્યવાહી કરી હતી. બીપીનની પુછતાછમાં ચોટીલાના મોટી મોલડીના મહેન્દ્ર ઉર્ફે સોમકુ ગભૂભાઇ ખાચરનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આરોપી બીપીન સોલંકી અગાઉ પણ યુનિવર્સિટી પોલીસ મથકમાં ચોપડે દારૂના પાંચ ગુનામાં સંડોવાઇ ચૂકયો છે.
આ કામગીરી પીઆઇ કે. કે.ગોહીલની રાહબારીમાં એસ. એન. શ્યોરા, પો. સ. ઇ. થતા એએસઆઇ જગમાલભાઇ ખટાણા, પો. હેડ કો. વિજુભા જાડેજા, મહીપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ કે. જાડેજા, કરણભાઇ મારૂ, દિવ્યરાજસિંહ સાવજુભા જાડેજા, પો. કો. દિવ્યરાજસિંહ સુખદેવસિંહ, પ્રવિણભાઇ જતાપરા, તથા દિવ્યરાજસિંહ ટી. જાડેજાએ કરી હતી.
(2:12 PM IST)










