તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
સરયુબેન શેઠની સ્મૃતિમાં રોયલ એકેડમી ઇન્ડિયન દ્વારા રવિવારે પ્લેટીનમ જયુબિલિ લાઇવ કાર્યક્રમ
૭૭ મો લાઇવ ગ્રાન્ડ શો, ૭૭ કાર્યક્રમ નિમિતે ૭૭ લકકી ડ્રોનું પણ આયોજન : ]સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ સ્વ. સરયુબેન ચંદ્રકાન્તભાઇ શેઠ સ્મૃતિ ઉપલક્ષ રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા તા. ૧૬,ને રવિવારે હેમુગઢવી મોટા હોલ ખાતે ભવ્ય પ્લેટીનમ જયુબિલિ ૭૭ મો લાઇવ ગ્રાન્ડ શો અને ૭૭ મો કાર્યક્રમ નિમિતે ૭૭ લકકી ડ્રોનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં દિપ પ્રાગટય પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, મેયર ડો. નેહલભાઇ શુકલના હસ્તે કરવામાં આવશે. એન્કરીંગ મેહુલભાઇ રવાણી ઓરકેસ્ટ્રા તુષારભાઇ ગોસાઇની ટીમ સાથે સંગીત પીરસવાના છે. સિંગિગ મોજ મસ્તી અને નવા જુના ગીતો સાથે આ લાઇવ કાર્યક્રમ યોજાશે.
પપપ ઉપરાંત સિંગર્સ મેમ્બરો ધરાવતા ‘‘રોયલ એકેડમી ઇન્ડિયા'' નવા ગાયકોને પ્રોત્સાહન આપવામાં તેમજ નાના કલાકારો માટે રોયલ સંગીત એકેડેમી હોલ તેમજ રૂષભ વાટિકા નિશુલ્ક પુરી પાડવામાં આવતુ હોવાનું યાદીમાં જણાવાયું છે. દર રવિવારે બપોરે આધ્યાત્મિક પ્રવચન અને જાપ થી એકેડેમી અનોખી પ્રેરણાદાયક પ્રવળતિઓ કરે છે. સંગીત ક્ષેત્રે ઉભરતા નવા કલાકારો આગળ લઈ આવવા માટે ખૂબં જ પ્રોત્સાહિત કરીને રોયલ એકેડેમી ઈન્ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું હોવાનું યાદીમાં જણાવાયું છે. ચંદ્રકાન્તભાઈ શેઠ અને સમગ્ર રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા સંગીત પ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે. રવિવાર તા.૧૬ના હેમુ ગઢવી હોલ ખાતે પ્રવેશ માટે આમંત્રણ પત્રિકા જરૂરી હોય સિલ્વર હાઇટ્ નાના મોવા સર્કલ મ્યુજિક રૂમ ગ્રાઉન્ડ ફ્લોરથી સાંજે ફક્ત ૬ થી ૮ વચ્ચે બુધવાર-ગુરુવાર-શુક્રવારે મળશે ડાયરેક્ટર અલ્કાબેન શેઠ, સોનાબેન શાહ, નયનાબેન મોદી, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ચાવડા એ આમંત્રણ પાઠવેલ છે. તસ્વીરમાં નયનાબેન, અલ્કાબેન શેઠ, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ચાવડા, દિપ્તીબેન જોશી, ચંદ્રેશભાઇ કોઠારી, કિરીટભાઇ વ્યાસ, માણસૂરભાઇ ડાવરા, ગોપાલભાઇ મારડીયા, કલ્પેશભાઇ ઉપાધ્યાય, મયંકભાઇ મહેતા, બિંદુ દોમડીયા, કિરીટભાઇ શેઠ, ભરતભાઇ દાવડા, કિશનભાઇ પરમાર,કનુભાઇ વાઘેલા, રવિભાઇ મહેતા, શ્રીત્રીજભાઇ માત્રાવાડીયા, મુકેશભાઇ ઠકકર, આશાબેન આશરા, જાનવીબેન રાવલ અને વિમલભાઇ દેસાઇ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:09 PM IST)










