તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
મેડી હીલ સર્જીકલ ગ્લોઝ દ્વારા ૧પમીએ મ્યુઝીકલ ઇવેન્ટ સાથે સૌરાષ્ટ્ર કચ્છની બ્રાન્ચનું લોન્ચીંગ
કિશોરકુમાર, આશા-લતાના ગીતો ગુંજશે : માત્ર આમંત્રિતો માટે કાર્યક્રમ

રાજકોટ, તા. ૧ર : વિશ્વભરમાં સર્જીકલ ગ્લોઝ પૂરા પાડતા ‘‘મેડી હીલ'' દ્વારા હવે સૌરાષ્ટ્ર કચ્છમાં સપ્લાયનો લોન્ચીંગ કાર્યક્રમ આગામી તા. ૧પ ઓગષ્ટના રાજકોટ ખાતે મ્યુઝીકલ ઇવેન્ટ સાથે આયોજીત કરવામાં આવેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજક ટીમે જણાવ્યું હતું કે, તા. ૧પના રાત્રે ૯ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે ‘‘મેડી હીલ'' દ્વારા નેશનલ એન્થમ સાથે લોન્ચીંગ કરાશે.
આ સાથે આમંત્રિતો માટે મ્યુઝીકલ ઇવેન્ટનું આયોજન કરાયું છે. જેમાં કિશોરકુમાર અને આશા-લતાના કર્ણપ્રિય ગીતો રજુ થશે. બરોડાના આનંદ (કિશોરકુમાર) વિનોદ અને રાજકોટના મોહિત બૂચ (અમિતકુમાર), અશ્વિની મહેતા (આશા-લતા)ના અવાજમાં યાદગાર ગીતો રજુ થશે. ઓરકેસ્ટ્રા ટીમના હિતેશભાઇ મહેતા સેવા આપશે. જયારે સમગ્ર સંચાલન ગુજરાતી ફિલ્મ કલાકાર હર્ષલ માંકડ સંભાળશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કૃષ્ણરાજસિંહ રાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
આ મ્યુઝીકલ ઇવેન્ટ અને લોન્ચીંગ કાર્યક્રમને સર્જન એસો., ગાયનેક એસો., ઓર્થોપેડીક એસો., ડેન્ટીસ્ટ એસો. સહીત શહેરભરના તબીબોનો સહયોગ મળેલ છે.
ઉલ્લેખનીય છે કે મેડી હીલના સીેએફઓ ઇશા મહેતા, ડાયરેકટર મહેફૂઝવાળા, ડાયરેકટર પ્રતિક મહેતા, ઝીલ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રપ થી વધુ દેશોમાં એકસપોર્ટ કામગીરી થઇ રહી છે. હવે ભારતમાં સૌરાષ્ટ્ર કચ્છ ખાતે રાજકોટમાં લોન્ચીંગ થવા જઇ રહ્યું છે. ત્યારે આમંત્રિતોએ મ્યુઝીક ઇવેન્ટનો લાભ લેવા સ્નેહભીનું નિમંત્રણ પાઠવ્યું છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા મેડી હીલના પ્રતિક મહેતા, ઝીલ પટેલ અને મ્યુઝીકલ ઇવેન્ટના સીંગર અશ્વિન મહેતા, મોહીત બૂચ, ઓરકેસ્ટ્રા ટીમના હિતેષ મહેતા, કાર્યક્રમ સંચાલક કૃષ્ણરાજસિંહ ઝાલા (શિવશકિત ફાઇનાન્સ) નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:24 PM IST)










