તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
પરાપીપળિયાના પાટિયાથી એઇમ્સ તરફના માર્ગની કાલથી મરામત
રાજકોટ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ કહે છે આંદોલન મોકૂફ : આંદોલનની ચીમકી અસર કરી ગઇ : તંત્ર ખાતરીનો અમલ કરે તેવી લોકલાગણી

રાજકોટ, તા. ૧ર : જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઇ ચાવડા જણાવે છે કે પરા પીપળીયાના ગામના પાટીયા થી એઇમ્સ હોસ્પિટલ જવાના રોડ પર રોડ વળે ત્યાં ગોલાઈ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવા અંગેના પ્ર‘ોનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે વરસાદ હોવાના કારણે આવતીકાલ થી તા.૧૩ રસ્તાની મરામત કામગીરી પૂર જોશ થી ચાલુ કરવામાં આવશે તેવી પ્રજાહિત માં ખાત્રી આપવામાં આવતા અને આ પ્રશ્નોનો પ્રજાહિતમાં સુખદ અંત આવતા લોક આંદોલન મોકૂફ રાખવામાં રાખેલ છે.
પરાપીપળીયા ગામના થી એઇમ્સ હોસ્પિટલ તરફ જતાં આવેલ રેલ્વે અંડર બ્રિજ ની ડિજાઈન મંજૂર કરવા અંગે જે રેલ્વે વિભાગ દ્વારા અંડર બ્રિજની ડિજાઇનમાં બદલાવ આવવાથી જેની મંજૂરીની કામગીરી થોડી વિલંબ થયેલ હોય જે પણ આગામી સમયમાં ઝડપ થી કામગીરી કરવામાં આવશે તેવી રેલ્વે વિભાગ દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે. તેમ નાગદાનભાઇ ચાવડા જણાવે છે.
(3:23 PM IST)










