<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

પાંચ તલાવડામાં બેભાન થઇ ગયા બાદ ઇન્‍દિરાબેન ચોૈહાણનું મોત

ગોંડલમાં ચાર દિવસ પહેલા ઝેર પી લેનારા સાગરે સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૨: કોટડા સાંગાણીના પાંચ તલાવડા ગામે મુકેશભાઇ ભંડેરીની વાડીમાં રહેતી મુળ મધ્‍યપ્રદેશની પરિણીતા ઇન્‍દિરાબેન મોનુભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮) સવારે છએક વાગ્‍યે વાડીએ બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કોટડાસાંગાણી પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરી અને બે કિરા છે. એક મહિના પહેલા જ એક સંતાનનો જન્‍મ થયો હતો. અચાનક તબીયત બગડતાં બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયું હતું. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

બીજા બનાવમાં ગોંડલમાં જેતપુર રોડ પર ગણેશ પાર્કમાં રહેતાં સાગરભાઇ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૩૦) નામના યુવાને તા. ૮/૮ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર હેઠળ હતો. તેનું આજે મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. તે ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતો હતો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા ખેત મજૂરી કરે છે. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:33 PM IST)