<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

૨૦મીએ મનપાનું જનરલ બોર્ડ : નામકરણ સહિત ચાર દરખાસ્‍તો

રાજકોટ, તા.૧૨: મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ તા. ૨૦ ઓગસ્‍ટના રોજ મેયર ડૉ. નેહલ શુક્‍લના અધ્‍યક્ષસ્‍થાને મળશે. બેઠકમાં નામકરણ સહિતની ચાર દરખાસ્‍તો મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.  બીજી તરફ જનરલ બોર્ડના પ્ર‘ોત્તરીકાળમાં કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવતા પ્રજાલક્ષી પ્રશ્‍નો જાહેર નહીં કરવાનો સિલસિલો આ વખતે પણ યથાવત રહ્યો છે. કયા નગરસેવકે કયો પ્રશ્‍ન પૂછયો છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે પણ વાંધો ઉઠાવ્‍યો છે. કોર્પોરેશનમાં દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવાની પરંપરા રહી છે. જોકે નવી બોડી દ્વારા તેમાં ફેરફાર કરીને દર મહિને બોર્ડ બેઠક બોલાવવામાં આવી રહી છે.  મહત્ત્વની બાબત એ છે કે બોર્ડના પ્રશ્‍નોત્તરીકાળમાં કોર્પોરેટરો દ્વારા પ્રજાને સીધી અસર કરતા.

ચાર દરખાસ્‍તોનો થશે નિર્ણય

આગામી જનરલ બોર્ડમાં ચાર દરખાસ્‍તો મંજૂરી માટે રજૂ થશે. જેમાં રેસકોર્સ સંકુલમાં આવેલા ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતેના ફૂટબોલ ગ્રાઉન્‍ડના જર્જરિત ટોઇલેટ બ્‍લોક અને સ્‍ટોરરૂમને દૂર કરવા, ચડત મિલકતવેરા અને પાણી ચાર્જીસના લેણાં ઉપરનું વ્‍યાજ માફ કરવા, વોર્ડ નં. ૬માં કબીરવન સોસાયટી મેઇન રોડ ઉપર આરોગ્‍ય કેન્‍દ્રની બાજુમાં આવેલા ગાર્ડનના નામકરણ સહિતની જ.

(3:02 PM IST)